વાલાસણ ગામમાં ધોરણ 9-10 ની શાળા હજુ અધૂરી: 64થી વધુ વિદ્યાર્થીઓને બહાર ભણવા મજબૂર, ગ્રામજનોમાં નિરાશા
Views 102

મોરબી જિલ્લામાં આવેલા વાંકાનેર તાલુકાનું આશરે 4000ની વસ્તી ધરાવતું વાલાસણ ગામ આજે પણ માધ્યમિક શિક્ષણની મૂળભૂત સુવિધા માટે ઝંખી રહ્યું છે. કોરોના કાળ દરમિયાન વર્ષ 2019માં ધોરણ 9 અને 10 માટે શાળાની મંજૂરી આપવામાં આવી હતી અને શિક્ષકોની નિમણૂક પણ થઈ હોવા છતાં આજ સુધી શાળાનું સ્થાયી સરનામું નક્કી ન થતાં વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા શાળા શરૂ કરવા માટે અગાઉથી જરૂરી તૈયારી પણ કરવામાં આવી છે, છતાં અનેક વખત રિમાઇન્ડર આપવા છતાં શાળા શરૂ કરવાની પ્રક્રિયા આગળ વધતી નથી. પરિણામે વાલાસણ ગામના 64થી વધુ વિદ્યાર્થીઓને મજબૂરીમાં વાંકાનેર, રાજકોટ અને મોરબી જેવા શહેરોમાં અભ્યાસ માટે જવું પડી રહ્યું છે. આથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ બંને માટે આર્થિક તેમજ સમયની મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.


આજના આધુનિક યુગમાં શિક્ષણને વિકાસનું મુખ્ય આધારસ્તંભ માનવામાં આવે છે. “આજનો વિદ્યાર્થી આવતીકાલનો અધિકારી” બને તે માટે ગામ સ્તરે જ ગુણવત્તાયુક્ત શિક્ષણની સુવિધા ઉપલબ્ધ હોવી જરૂરી છે. પરંતુ વાલાસણ ગામમાં માધ્યમિક શિક્ષણની સુવિધા હજુ સુધી અમલમાં આવી નથી, જે વિકાસના દાવાઓ સામે પ્રશ્નાર્થ ઊભો કરે છે.
સ્થાનિક લોકોનું માનવું છે કે વિસ્તારના ધારાસભ્યો અને સંસદ સભ્યોએ શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સેવાઓને પ્રાથમિકતા આપીને વિકાસના કાર્યોને વેગ આપવો જોઈએ. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવવી સમયની માંગ છે.વાલાસણ ગામના વાલીઓ અને વિદ્યાર્થીઓ આશા રાખી રહ્યા છે કે સંબંધિત શિક્ષણ વિભાગ તથા સ્થાનિક જનપ્રતિનિધિઓ વહેલી તકે આ મુદ્દે ધ્યાન આપશે અને ધોરણ 9 તથા 10 ની માધ્યમિક શાળા શરૂ કરીને ગામના વિદ્યાર્થીઓને પોતાના ગામે જ અભ્યાસ કરવાની તક ઉપલબ્ધ કરાવશે. વિદ્યાર્થી હિત અને ગ્રામ્ય વિકાસને ધ્યાનમાં રાખીને જો આ શાળા વહેલી તકે શરૂ કરવામાં આવે તો વાલાસણ ગામ માટે તે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. તેમ એક મુલાકાત માં સરપંચ અને ઉપસરપંચ સહિત સમગ્ર ગ્રામ પંચાયતના સદસ્યો ની લાગણી સાથે ગ્રામ લોકોને હિતમાં માંગણી કરી છે તેવું જણાવ્યું હતું

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!