1996 માં આરોગ્ય ક્ષેત્રે સિસ્ટર તરીકે શરૂઆત ગોંડલના કોલીથડ થી હેડ નર્સ પ્રતિભાબેન પંડ્યા નો વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં વિદાય સમારોહ યોજાયો!!!
Views 289

ગોંડલના કોલીથડ વિસ્તારથી વર્ષ 1996માં સિસ્ટર તરીકે આરોગ્ય સેવામાં કારકિર્દીની શરૂઆત કરનાર પ્રતિભાબેન પંડ્યાએ માનવ સેવા અને કર્તવ્યનિષ્ઠાનો ઉત્તમ દાખલો પૂર્યો છે. સતત 30 વર્ષ સુધી આરોગ્ય ક્ષેત્રમાં સેવા આપ્યા બાદ તેઓ હેડ નર્સ તરીકે ફરજ બજાવતા રહ્યા.પ્રતિભાબેન પંડ્યાએ તેમની ફરજ દરમિયાન દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ, કર્મચારીઓ સાથે સહકાર અને કાર્ય પ્રત્યે સંપૂર્ણ સમર્પણ દર્શાવ્યું હતું. તેમની આ નિષ્ઠાવાન સેવાઓને કારણે તેઓ સહકર્મીઓ અને દર્દીઓમાં વિશેષ માન પામ્યા છે

ત્યારે તેઓના 31 જાન્યુઆરી 2026ના રોજ નિવૃત્ત થતાં વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે તેમનો વિદાય સન્માન સમારોહ યોજાયો. સમારોહ દરમિયાન હોસ્પિટલ સ્ટાફ, અધિકારીઓ તથા સહકર્મીઓએ હાજરી આપી અને તેમના સેવાકાળને યાદ કરી શુભેચ્છાઓ પાઠવી. ભાવસભર વાતાવરણમાં તેમને સ્મૃતિચિહ્ન અને શાલ ઓઢાવી સન્માનિત કરવામાં આવ્યા.છે આ પ્રસંગે ઉપસ્થિત વાંકાનેર સિવિલ હોસ્પિટલ ના વક્તાઓએ જણાવ્યું કે પ્રતિભાબેન પંડ્યાની સેવા ભાવિ આરોગ્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ રહેશે.

આ વિદાય સમારોહ અંગે વિશેષ માહિતી માં સારી કામગીરીની સફળતા નું પરિણામ ઈશ્વર સારું આપતા હોય એ કહેવત અનુસાર પ્રતિભાબેન જે પંડ્યા ના ફરજ દરમ્યાન દરમિયાન દર્દીઓ સાથે મિત્ર સ્વભાવ ના ભાગરૂપે મોરબી સિવિલ હોસ્પિટલમાં એક વર્ષ ત્યારબાદ મોરબી આંખની હોસ્પિટલમાં 25 વર્ષ ત્યારબાદ છેલ્લા વાંકાનેર ખાતે હેડ નર્સ નું પ્રમોશન મેળવ્યા બાદ સતત દોઢ વર્ષ ની સર્વિસ વાંકાનેર સિવિલ હોસ્પિટલ મા દર્દીઓ અને સમગ્ર સ્ટાફ સાથે પરિવારિક ની જેમ રહી પ્રેરણા સ્વરૂપ હ્યા છે

રિપોર્ટ આરીફ દિવાન સાથે કેમેરામેન માહિર દિવાન વાંકાનેર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!