દીકરીઓના સુખદ ભવિષ્ય માટે સહયોગની અપીલ : મદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, વાંકાનેરનો સરાહનીય પ્રયાસ
Views: 190
0 0
Read Time:1 Minute, 42 Second

વાંકાનેર પંથક મા મદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી વાંકાનેર પંથકમાં સર્વ સમાજ માટે માનવતા આધારિત સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. દાતાશ્રીઓના સહયોગથી શિયાળામાં ગરમ ધાબળા વિતરણ, પશુઓને અકસ્માતથી બચાવવા રેડિયમ લાઈટ સ્ટીકર લગાવવાની કામગીરી, તેમજ “ભૂખ્યાને રોટલો – દુખીયાને ઓટલો” જેવી સેવાઓ સંસ્થા સતત નિભાવતી આવી છે.


આ સેવાયજ્ઞને આગળ વધારતા સંસ્થા દ્વારા સર્વ મુસ્લિમ સમૂહ લગ્ન મહોત્સવ 2026 નું આયોજન તા. 5-4-2026 ના રોજ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે 11 દીકરીઓને કરિયાવર પેટે જરૂરી ઘરગથ્થુ સામાન – જેમ કે પલંગ-પથારી, કબાટ, રસોડા સેટ કીટ સહિત કુલ 93 પ્રકારની જરૂરી વસ્તુઓ – દાતાઓના સહયોગથી અર્પણ કરવાનું આયોજન છે.
સંસ્થા દ્વારા દાતાશ્રીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પોતાની યથાશક્તિ મુજબ કરિયાવર માટેની વસ્તુઓ સમયસર નોંધાવી આપે, જેથી દીકરીઓના નવા જીવનની શરૂઆત સન્માન અને સ્વાભિમાન સાથે થઈ શકે. દીકરી એ ઘરનો ગૌરવ છે. તેના સુખદ ભવિષ્ય માટે આપનો નાનો સહયોગ પણ મોટી ખુશી બની શકે છે.ચાલો, મળીને 11 દીકરીઓના જીવનમાં ખુશીઓનું દીપ પ્રગટાવીએ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *