બામણબોરમાં 15 વર્ષથી અવિરત નિઃશુલ્ક સેવા: માલધારી સમાજનો ભવ્ય યાત્રાધામ કેમ્પ
Views 349

બાબુભાઈ ડાભી રિપોર્ટ અહેમદાબાદ મિત્ર ન્યુઝ બામણબોર

રાજકોટ જિલ્લાના બામણબોર ગામે છેલ્લા 15 વર્ષથી માલધારી સમાજ અને સમસ્ત ગ્રામજનોના સહયોગથી ભવ્ય રાવટી તથા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે બામણબોર હાઈવે પર, ગોપાલ હોટલ પાસે ગુંદાળા તરીકે ઓળખાતા વિસ્તારમાં આ સેવા યજ્ઞ નિષ્ઠાપૂર્વક યોજાય છે.
દ્વારકાધીશના દર્શન માટે પગપાળા નીકળતા યાત્રિકો માટે અહીં રોજ 500થી 600 જેટલા ભક્તોનો મહાપ્રસાદ જમણવાર રાખવામાં આવે છે. દેશી બાજરાના રોટલા-રોટલી, શાક, પાપડ, થેપલા, શેરો, શુદ્ધ દૂધ, દૂધપાક, મોહનથાળ, શીખંડ, ચા-પાણી જેવી સ્વાદિષ્ટ અને સાત્વિક વાનગીઓ વિનામૂલ્યે પીરસવામાં આવે છે.યાત્રિકોની સુવિધા માટે મોબાઇલ ચાર્જિંગ, ગાદલા-વશીકા, ગોદડા, ઠંડીમાં બૂમ (અગ્નિ તાપ), નાહવા માટે ગરમ પાણી, તેમજ દવાઓ જેવી જરૂરી સેવાઓ પણ નિઃશુલ્ક ઉપલબ્ધ છે.

બામણબોર, ગુંદાળા, વસુંધરા અને હિરાસર સહિત આસપાસના ગામોના માલધારી સમાજના સહયોગથી હજારો ભક્તોએ આ કેમ્પનો લાભ લીધો છે.ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ રાજ્ય બહારથી પણ લાખોની સંખ્યામાં યાત્રિકો ધજા લઈને 20થી 25 દિવસની પગપાળા યાત્રા કરીને દ્વારકાધીશ મંદિર ખાતે દર્શનાર્થે જાય છે. “જય દ્વારકા” અને “જય રણછોડરાય”ના જયઘોષ સાથે યાત્રિકો અહીંથી ઊર્જા અને આશીર્વાદ લઈને આગળ વધે છે.આજે દસમો દિવસ પૂર્ણ થતાં સમસ્ત બામણબોર ગામ અને માલધારી સમાજ દ્વારા દ્વારકાધીશનો પ્રસાદ ગ્રહણ કરી ભક્તિભાવથી સેવા યજ્ઞને વિરામ આપવામાં આવશે. “જય દ્વારકાધીશ”ના ગુંજતા નાદ વચ્ચે યાત્રિકો ધન્યતા અનુભવી આગળ વધશે.આ સેવા પરંપરા માત્ર ભોજન પૂરતી નથી, પરંતુ માનવતા, એકતા અને ભક્તિભાવનું જીવંત પ્રતિક બની છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!