વિજયનગર ગામે રૂ. 18 લાખના ખર્ચે નવા બાળમૈત્રી આંગણવાડી કેન્દ્રનું નિર્માણ થશે
Views: 5
2 0
Read Time:2 Minute, 36 Second

પરંપરાગત પદ્ધતિ સાથે ‘ચાઇલ્ડ ફ્રેન્ડલી કન્સેપ્ટ’ હેઠળ આંગણવાડીના બાંધકામને મંજૂરીઃ 30 ઓક્ટોબરે ખાતમુહૂર્ત પ્રસંગે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

રાજકોટ : મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકોને સુરક્ષિત, સુવિધાયુક્ત અને બાળમૈત્રી વાતાવરણ મળી રહે તેવા હેતુથી વિજયનગર ગામમાં નવા આંગણવાડી કેન્દ્રના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આશરે રૂ. 18 લાખની ગ્રાન્ટ મર્યાદામાં પરંપરાગત પદ્ધતિ સાથે ‘ચાઇલ્ડ ફ્રેન્ડલી કન્સેપ્ટ’ (બાળમૈત્રીપૂર્ણ અભિગમ) હેઠળ આ કેન્દ્રનું બાંધકામ કરવામાં આવશે. ગતતા. 30-10-2026ના રોજ વિજયનગર ગામ ખાતે નવા આંગણવાડી કેન્દ્રના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજકોટ જિલ્લા પંચાયતના બેડી-3 બેઠકના સભ્ય પ્રતિનિધિ રાજાભાઈ ચાવડા, ધનરાજભાઈ રાઠોડ, સરપંચ ભીખાભાઈ ગઢીયા, ઉપસરપંચ ભાઈલાલભાઈ શિંગાળા, રાઘવજીભાઈ ઝાપડા, અજીત બારોટ, જીવરાજભાઈ ગઢીયા, ગંગદાસભાઈ ગઢીયા અને મોહિતભાઈ ગઢીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત મુખ્ય સેવિકા ધારાબેન રાઠોડ, જયશ્રીબેન ઝાપડા, મહેકભાઈ નિમાવત તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનોએ પણ ઉપસ્થિત રહી ખાતમુહૂર્ત પ્રસંગના સાક્ષી બન્યા હતા. બાળકોના સર્વાંગી વિકાસ માટે પાયાની સુવિધા આંગણવાડી કેન્દ્ર માત્ર બાળકોને પોષણ અને પ્રાથમિક સંભાળ પૂરી પાડવાનું સ્થળ નથી, પરંતુ તેમના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસનો પાયો પણ છે. ત્યારે બાળમૈત્રીપૂર્ણ માળખા સાથે નવા કેન્દ્રનું નિર્માણ થવાથી ગામનાં ભૂલકાંઓને વધુ સાનુકૂળ વાતાવરણ અને સુવિધાઓ ઉપલબ્ધ થવાની આશા છે. આ પ્રોજેક્ટથી ગ્રામ્ય વિસ્તારમાં મહિલા અને બાળ વિકાસલક્ષી સુવિધાઓને મજબૂત બનાવવાની દિશામાં વધુ એક પગલું ભરાયું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *