મોરબીમાં સાયબર ફ્રોડના રૂ.7.26 કરોડના વ્યવહારોનો પર્દાફાશ: બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર પાંચની ધરપકડ
Views: 55
1 0
Read Time:4 Minute, 38 Second

“”22 જેટલા બેન્ક ખાતાઓ મારફતે બે વર્ષમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો; મુખ્ય સૂત્રધાર સહિત છ આરોપીઓની ધરપકડ બાકી”‘”

મોરબી: મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા બેન્ક એકાઉન્ટ ભાડે મેળવી સાયબર ફ્રોડ અને ઠગાઈથી મેળવેલી રકમની હેરફેર કરવાના કથિત નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં છેલ્લા બે વર્ષ દરમિયાન 22 જેટલા બેન્ક ખાતાઓમાં રૂ.7,26,20,266ના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયાનું સામે આવ્યું છે. આ ગુનામાં સંડોવણીના આધારે પોલીસે પાંચ આરોપીઓને અટકાયત કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત છ આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે. પોલીસના જણાવ્યા મુજબ, વર્ષ 2023થી 2025 દરમિયાન અલગ-અલગ રાજ્યો ના લોકો સાથે સાયબર ફ્રોડ અને ઠગાઈ આચરી મેળવેલી રકમની હેરફેર કરવા માટે મોરબીના આર્થિક રીતે જરૂરિયાતમંદ લોકોને નજીવા કમિશનની લાલચ આપવામાં આવતી હતી. ત્યારબાદ તેમના નામે અલગ-અલગ બેન્કોમાં ખાતાં ખોલાવી અથવા ખાતાં મેળવી તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ખાતાઓમાં છેલ્લા બે વર્ષ દરમિયાન રૂ.7.26 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ રકમ UPI ID, IMPS અને RTGS મારફતે અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી ત્યારબાદ રોકડ ઉપાડીને હડપ કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે. આ મામલે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તા.02-11-2026ના રોજ એ પાર્ટ ગુ.ર.નં. 0010/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5), 318(4), 3(5) અને 61(2) મુજબ કુલ 11 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. 41 ફરિયાદોમાં રૂ.1.34 કરોડની વિગતો તપાસ દરમિયાન સરકારના ‘SAMANVAYA’ અને ‘NCCRP’ પોર્ટલ પર અલગ-અલગ રાજ્યોમાંથી કુલ 41 ફરિયાદો અને અરજીઓ નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. આ ફરિયાદો સાથે સંકળાયેલા રૂ.1,34,53,796ના સાયબર ફ્રોડના નાણાકીય વ્યવહારો આ નેટવર્ક મારફતે થયા હોવાનું પોલીસનું કહેવું છે.

સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ માહિતી અને માનવબાતમીના આધારે નીચેના પાંચ શખ્સોને અટકાયતમાં લીધા છે:

  • હિતેશ મોહનભાઈ પૈજા, ઉં.વ.46, રહે. ગાયત્રી સોસાયટી, વાવડી રોડ, મોરબી.
  • ભાવેશ પ્રાણલાલ રામાવત, ઉં.વ.48, રહે. માધાપર શેરી નં.12, મોરબી.
  • બળવંતભાઈ દેવશીભાઈ વામજા, ઉં.વ.53, રહે. માળીયા વનાળીયા શેરી નં.3, મોરબી-2.
  • પ્રકાશભાઈ નર્મદાશંકરભાઈ જોશી, રહે. યમુનાનગર, શેરી નં.3, નવલખી રોડ, મોરબી.
  • અનિલસિંહ દોલુભા ઝાલા, ઉં.વ.51, રહે. ગાયત્રીનગર, મોરબી.

પોલીસ દ્વારા મુખ્ય સૂત્રધાર તરીકે દર્શાવાયેલા ચેતન કિશોરભાઈ પલાણ સહિત રાજુ જોશી ઉર્ફે રાજુ બાબુભાઈ જોશી, ભરત બારડ ઉર્ફે ભરત રાવળ, કિરણ કાંતિભાઈ પરમાર, કાંતિભાઈ ત્રિભુવનભાઈ પરમાર અને સુરેશ કાંતિભાઈ પરમારની ધરપકડ કરવાની બાકી હોવાનું જણાવાયું છે.

પોલીસની પ્રજાને અપીલ

સાયબર ક્રાઇમ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે નજીવા કમિશન કે આર્થિક લાભની લાલચમાં પોતાનાં બેન્ક ખાતાં અન્ય વ્યક્તિને ઉપયોગ માટે ન આપવાં. અજાણી વ્યક્તિઓના ફોન કોલ કે સંદેશા મારફતે વ્યક્તિગત માહિતી, બેન્ક વિગતો અને ઓટીપી પણ શેર ન કરવા અપીલ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ, પોતાની બેન્ક વિગતોનો દુરુપયોગ થતો અટકાવવા નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *