અપૂરતા વરસાદ વચ્ચે દુષ્કાળનો નિર્ણય વૈજ્ઞાનિક મૂલ્યાંકન બાદજ
Views: 30
1 0
Read Time:1 Minute, 21 Second

ગાંધીનગર : ગુજરાતમાં વરસાદની સ્થિતિને લઈને દુષ્કાળ જાહેર કરવાની માંગ વચ્ચે સરકારે સ્પષ્ટ કર્યું છે કે માત્ર વરસાદની ટકાવારીના આધારે નહીં, પરંતુ વૈજ્ઞાનિક મૂલ્યાંકન અને જમીની સ્થિતિના અભ્યાસ બાદ જ આખરી નિર્ણય લેવાશે. વિધાનસભામાં મહેસૂલ મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ ૭૫.૪૩ ટકા વરસાદ નોંધાયો છે અને ૮૦.૩૯ લાખ હેક્ટરમાં ૯૪.૨૪ ટકા વાવેતર થયું છે. સરકારના જણાવ્યા મુજબ સિંચાઈ, પીવાના પાણીની વ્યવસ્થા, ખેડૂતોને ૧૦ કલાક વીજ પુરવઠો તથા પશુધન માટે ઘાસચારાની રાહતલક્ષી વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે. જોકે, વરસાદની અછતથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વાસ્તવિક સ્થિતિ શું છે તે મહત્વનું બન્યું છે. આંકડા સરકારને આશ્વાસન આપે છે, પરંતુ ખેતરમાં પાકની સ્થિતિ અને ખેડૂતોની મુશ્કેલી જ દુષ્કાળની સાચી કસોટી બની રહેશે. તેથી હવે વૈજ્ઞાનિક મૂલ્યાંકનના પરિણામ પર સૌની નજર છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *