૬ લાખથી વધુ કિશોરીઓને HPV રસીનું સુરક્ષા કવચ
Views: 131
1 0
Read Time:1 Minute, 36 Second

ગુજરાત HPV રસીકરણમાં દેશમાં અગ્રેસરઃ વધુ ૨.૭૨ લાખ ડોઝની ફાળવણી

ગાંધીનગરઃ સર્વાઇકલ કેન્સર સામે કિશોરીઓને સુરક્ષિત કરવા ગુજરાતમાં ૪ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ પૂર્ણ થયું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના જણાવ્યા મુજબ ગુજરાતની કામગીરીને પગલે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને વધુ ૨.૭૨ લાખ HPV રસીના ડોઝ ફાળવવામાં આવ્યા છે.
૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી દર મહિને ૧૪ વર્ષ પૂર્ણ કરતી કિશોરીઓને આ રસી વિનામૂલ્યે આપવામાં આવશે. મેડિકલ કોલેજ હોસ્પિટલો, જિલ્લા-પેટા જિલ્લા હોસ્પિટલો ઉપરાંત સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર રસીકરણની સુવિધા ઉપલબ્ધ રહેશે. સર્વાઇકલ કેન્સર સામેની રોકથામમાં HPV રસીકરણને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. રાજ્યમાં અત્યાર સુધીનું વિશાળ રસીકરણ કવરેજ અને આગામી મહિનાઓ માટે વધારાના ડોઝની ફાળવણીથી વધુ કિશોરીઓ સુધી આ સુરક્ષા પહોંચાડવાનો માર્ગ ખુલ્યો છે. આરોગ્ય વિભાગે વાલીઓને ૧૪ વર્ષની દીકરીઓને સમયસર નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઈ જઈ રસી અપાવવા અપીલ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *