પત્રકારત્વની કેડીએ યુવાનોને સર્જનાત્મકતા અને સજ્જતાનો સંદેશ
Views: 35
1 0
Read Time:3 Minute, 2 Second

“‘ભુજમાં ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમઃ સત્ય, સંવેદના, ભાષાશુદ્ધિ અને વિવેકબુદ્ધિ સાથે પત્રકારત્વ કરવાની હાકલ”‘

ભુજ: ગુજરાત પ્રેસ અકાદમી, જિલ્લા માહિતી કચેરી ભુજ-કચ્છ અને કચ્છ યુનિવર્સિટી ના સંયુક્ત ઉપક્રમે કચ્છ યુનિવર્સિટી ના કોર્ટ હોલ ખાતે ‘પત્રકારત્વની કેડીએ… યુવાનો અને સર્જકોનો સંવાદ’ વિષય પર ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. કુલપતિ ડૉ. મોહન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં સર્જકો અને પત્રકારો એ યુવાનોને બદલાતા ડિજિટલ યુગમાં સર્જનાત્મકતા, સંવેદના અને જવાબદારીનું મહત્વ સમજાવ્યું હતું.ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ જયેશ દવેએ જણાવ્યું કે માધ્યમો બદલાયા છે,

પરંતુ માનવીય સંવેદનાનો કોઈ વિકલ્પ નથી. સોશિયલ મીડિયાના સમયમાં સત્ય, ભાષાશુદ્ધિ અને સજ્જતા સાથે લેખન કરવું સમયની માંગ છે, તેમ તેમણે જણાવ્યું. કવિ અને કટાર લેખક **જયન્તી જોશી ‘શબાબ’**એ પત્રકારનું કાર્ય મનુષ્યને મનુષ્ય સાથે જોડવાનું ગણાવી, પૂર્વગ્રહમુક્ત, સમતુલિત અને સંવેદનશીલ પત્રકારત્વ પર ભાર મૂક્યો. અફવા અને અસત્ય સામે સત્ય તથા વિશ્વસનીય માહિતી જાળવી રાખવાની પત્રકારોની જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું. યુવા વાર્તાકાર અને કટાર લેખક અજય સોનીએ યુવાનોને કોઈ પણ વિચારધારાને આંખ મીંચીને અનુસરવાને બદલે પોતાની વિવેકબુદ્ધિથી વિચારવાની સલાહ આપી. “એ.આઈ. માનવનો વિકલ્પ નહીં, સહાયક મિત્ર છે” તેમ જણાવી તેમણે વાચન, અભ્યાસ અને આવડતથી સર્જનાત્મકતાને ઘડવાની વાત કરી. કુલપતિ ડૉ. મોહન પટેલે કચ્છની ભૂમિને સાહિત્ય માટે ‘ઓપન લેબોરેટરી’ ગણાવી લોકસંસ્કૃતિ, ભાષાશુદ્ધિ અને સાહિત્યિક મૂલ્યોના જતન સાથે યુવાનોને ઉત્તમ માનવી બનવા પ્રેરણા આપી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે સામાન્ય જ્ઞાન કસોટી અને પ્રશ્નોત્તરી યોજાઈ હતી. વક્તાઓએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપી સર્જનાત્મક અને જવાબદાર પત્રકારત્વ તરફ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન હનીબેન રાઠોડે કર્યું હતું અને નાયબ માહિતી નિયામક ઘનશ્યામ પેડવાએ આભારવિધિ કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *