દારૂનો થયો ધૂળધાણી નાશ… દ્રશ્ય જોઈ ‘પ્યાસીઓ’ના મોઢે પણ પાણી આવી જાય એવું દૃશ્ય!
Views: 51
0 0
Read Time:2 Minute, 52 Second

“‘હળવદ-માળીયા પોલીસનો ત્રણ કરોડથી વધુના વિદેશી દારૂનો જાહેર નાશ; 70,937 બોટલ તોડી કાયદાનો કડક સંદેશ”‘

મોરબી જિલ્લામાં જુદી જુદી પ્રોહિબિશનના ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઝડપાયેલો વિદેશી દારૂ જ્યારે એકસાથે તોડી-ફોડી નાશ કરવામાં આવ્યો ત્યારે સમગ્ર દૃશ્ય અનોખું બની ગયું હતું. એક તરફ પોલીસ અને તંત્ર માટે આ કાયદાની કડક અમલવારીનું પ્રતિક હતું, તો બીજી તરફ આટલી મોટી માત્રામાં દારૂનો નાશ થતો જોઈને દારૂના શોખીનોના મોઢે પણ પાણી આવી જાય તેવું દૃશ્ય સર્જાયું હોવાનું લોકોમાં ચર્ચાતું હતું.
મોરબી જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ હળવદ અને માળીયા (મી.) પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ 2025-26 દરમિયાન વિવિધ પ્રોહિબિશન ગુનાઓમાં કબ્જે કરાયેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ નાશ કરવામાં આવ્યો હતો.પોલીસ મહાનિરીક્ષક નિરાગ કોરડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, ડીવાયએસપી એસ. એચ. સારડા તથા અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આર. ટી. વ્યાસ અને માળીયા પોલીસ ઇન્સ્પેક્ટર આર. એસ. પટેલે જરૂરી મંજૂરી મેળવી સુખપર ગામની સીમ વિસ્તારમાં સરકારી પંચો, રેવન્યુ વિભાગ તથા નશાબંધી વિભાગના અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી હાથ ધરી હતી.


કાર્યવાહી દરમિયાન હળવદ પોલીસ સ્ટેશનના 67 ગુનાઓ માંથી કબ્જે કરાયેલી 35,446 વિદેશી દારૂની બોટલો તથા માળીયા પોલીસ સ્ટેશનના 22 ગુનાઓમાંથી કબ્જે કરાયેલી 35,491 બોટલો સહિત કુલ 70,937 બોટલ અને ટીનનો નાશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. 3,08,87,354 જેટલી હતી.
આ કાર્યવાહી માત્ર દારૂનો નાશ નહોતી, પરંતુ રાજ્યમાં પ્રોહિબિશન કાયદાના કડક અમલનો સ્પષ્ટ સંદેશ પણ હતી. ગુનાખોરીથી કબ્જે કરાયેલ મુદ્દામાલનો પારદર્શક રીતે નાશ કરીને પોલીસે ગેરકાયદે દારૂના ધંધા સામે ઝીરો ટોલરન્સની નીતિ ફરી એકવાર સ્પષ્ટ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *