સાબુથી સરકારી દસ્તાવેજો સુધી ડુપ્લિકેટનો ધંધો બેફામ અમદાવાદ ક્યારે બનશે ‘નકલીમુક્ત’?
Views: 93
1 0
Read Time:3 Minute, 22 Second

“‘નકલી બ્રાન્ડના નામે કારખાનાનો પર્દાફાશ: રૂ. 11.68 લાખનો મુદ્દામાલ જપ્ત””

અમદાવાદ,પ્રતિનિધિ:અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં પોલીસે નામાંકિત બ્રાન્ડના નામે નકલી સાબુ અને ફેસવોશ બનાવતા કારખાનાનો પર્દાફાશ કરીને રૂ. 11.68 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે દાણીલીમડાના રહેવાસી મોહમ્મદ જુનેદ પટેલની ધરપકડ કરવામાં આવી છે. દરોડા દરમિયાન 3,894 નંગ નકલી સાબુ, 6,490 નંગ નકલી ફેસવોશ તેમજ પેકિંગ માટે વપરાતી સામગ્રી કબજે લેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આરોપી જાણીતી કંપનીઓના નામ અને પેકિંગનો ઉપયોગ કરીને ગ્રાહકોને છેતરતો હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના માત્ર એક કારખાનાના પર્દાફાશ પૂરતી મર્યાદિત નથી, પરંતુ અમદાવાદમાં વર્ષોથી ચાલી રહેલા ડુપ્લિકેટ માલના ગોરખધંધાની ગંભીરતા તરફ ઈશારો કરે છે. અગાઉ પણ શહેરમાં નકલી ઘી, મસાલા, દવાઓ, કોસ્મેટિક્સ, બ્રાન્ડેડ કપડાં, વાહનોના સ્પેરપાર્ટ્સ, મોબાઇલ એસેસરીઝ સહિત અનેક બનાવટી ઉત્પાદનોના જથ્થા ઝડપાયા છે. એટલું જ નહીં, નકલી માર્કશીટ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને અન્ય સરકારી દસ્તાવેજોના રેકેટ પણ અનેક વખત પોલીસના હાથે ઝડપાયા છે.વિશેષજ્ઞોના મત મુજબ, નકલી કોસ્મેટિક્સ અને વ્યક્તિગત ઉપયોગની વસ્તુઓ માત્ર ગ્રાહકો સાથેની આર્થિક છેતરપિંડી નથી, પરંતુ આરોગ્ય માટે પણ ગંભીર જોખમ ઊભું કરે છે. આવા ઉત્પાદનોમાં વપરાતા અજાણ્યા રસાયણોથી ત્વચાના રોગ, એલર્જી અને અન્ય ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે.

અમદાવાદ જેવા વેપારી શહેરમાં નકલી માલનો વેપાર અટકાવવા માત્ર દરોડા પૂરતા નથી. ઉત્પાદનથી લઈને વેચાણ સુધીના સમગ્ર નેટવર્કને તોડી પાડવું, આરોપીઓને ઝડપી સજા અપાવવી, બજારમાં નિયમિત તપાસ, ઓનલાઈન વેચાણ પર કડક દેખરેખ અને ગ્રાહકોમાં જાગૃતિ લાવવી સમયની માંગ બની ગઈ છે.દરોડા અને ધરપકડના સમાચાર વારંવાર સામે આવે છે, છતાં થોડા સમય બાદ નવા સ્થળે ફરી આવો જ ગેરકાયદે ધંધો શરૂ થઈ જતો હોવાની ચર્ચા રહે છે. પ્રશ્ન એ છે કે માત્ર નાના ઉત્પાદકો જ જવાબદાર છે કે તેમની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે? જો મૂળ સુધી પહોંચીને કાર્યવાહી નહીં થાય તો અમદાવાદને ડુપ્લિકેટ માલના જાળમાંથી મુક્ત કરવું મુશ્કેલ બનશે. હવે જરૂરી છે કે કાયદાની કડક અમલવારી સાથે ગ્રાહકોનો વિશ્વાસ જાળવવા લાંબા ગાળાની અસરકારક કાર્યવાહી કરવામાં આવે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *