છેલ્લા પાંચેક માસથી નાસતા ફરતા બે પ્રોહિબિશનના આરોપીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યા
Views: 56
0 0
Read Time:1 Minute, 41 Second

રિપોર્ટ આરીફ દિવાન મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના અલગ-અલગ ગુનાઓમાં છેલ્લા પાંચેક મહિનાથી નાસતા ફરતા બે આરોપીઓને મોરબી તાલુકા પોલીસે સફળતાપૂર્વક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા નાસતા આરોપીઓને પકડવાના વિશેષ અભિયાન અંતર્ગત કરવામાં આવી હતી.
પકડાયેલા આરોપીઓમાં ભરતભાઈ ઉર્ફે કાળાભાઈ કાંતિભાઈ ઠાકોર (રહે. સ્ટેટ હાઇવેપુર, અમરાપર ગામ, તા. મોરબી) તેમજ કમરાનભાઈ કાસમભાઈ તતાયા (રહે. નિડારપર ગામ, તા. પડધરી)નો સમાવેશ થાય છે. બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ નોંધાયેલા હતા અને તેઓ લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતા.બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફે સચોટ વોચ ગોઠવી બંને આરોપીઓને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. વટીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એસ. સોઢીયા તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ અને અન્ય પોલીસ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *