સેવા, સહકાર અને સંસ્કારનો અનોખો મેળો: મોરબીમાં ‘મેગા પ્રોજેક્ટ’નું આયોજન
Views: 60
0 0
Read Time:1 Minute, 32 Second

મોરબી: લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ રોયલ દ્વારા આગામી રવિવાર, તા. 09 ઓગસ્ટ 2026ના રોજ સેવા અને સમાજ કલ્યાણને સમર્પિત ‘મેગા પ્રોજેક્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સવારે 10:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી નરસંગ ટેકરી ચોક, રવાપર રોડ, મોરબી ખાતે યોજાશે.આ સેવા પ્રોજેક્ટ અંતર્ગત નાગરિકોને નિઃશુલ્ક રોપાનું વિતરણ, રાહતદરે કુંડાનું વિતરણ, ચકલીઓ માટે માળાનું વિતરણ તેમજ રાહતદરે રાખડીનું વિતરણ કરવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ, પક્ષી સંવર્ધન અને સામાજિક સેવાભાવને પ્રોત્સાહન આપવાનો છે.આયોજકો દ્વારા જણાવાયું છે કે મેગા વિતરણ કેમ્પ માટે દાન (ડોનેશન) પણ આવકાર્ય છે. વધુમાં વધુ નાગરિકો આ સેવાકીય અભિયાનમાં જોડાઈને પ્રકૃતિ અને સમાજ માટે યોગદાન આપે તેવી અપીલ કરવામાં આવી છે.
આ કાર્યક્રમ “સેવા એ જ અમારો ધર્મ, માનવતા એ જ અમારું કર્તવ્ય”ના સંદેશ સાથે સમાજમાં સેવા અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
સંપર્ક: 95370 70527 / 93289 09058

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *