હળવદના બે યુવા પત્રકારોએ જર્નાલિઝમમાં માસ્ટર ડિગ્રી મેળવી સર્જ્યો નવો ઇતિહાસ
Views: 31
0 0
Read Time:3 Minute, 18 Second

ડૉ. ચતુરભાઈ ચરમારી અને વિશાલભાઈ જયસ્વાલ હળવદના પ્રથમ MJMC ડિગ્રીધારક પત્રકાર બન્યા; યુવા પત્રકારો માટે પ્રેરણારૂપ સિદ્ધિ

રિપોર્ટ: સંજય નંદેસરીયા હળવદ:પત્રકારત્વ માત્ર સમાચાર પહોંચાડવાનું માધ્યમ નથી, પરંતુ સમાજના પ્રશ્નોને વાચા આપીને લોકશાહી મજબૂત બનાવતી મહત્વપૂર્ણ જવાબદારી પણ છે. આવા સમયમાં હળવદના બે યુવા પત્રકાર ડૉ. ચતુરભાઈ ચરમારી અને વિશાલભાઈ જયસ્વાલે માસ્ટર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન (MJMC) ની ડિગ્રી પ્રાપ્ત કરીને હળવદના પત્રકારત્વ ક્ષેત્રે નવી ઓળખ ઉભી કરી છે.રાજકોટ ખાતે ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જાહેર થયેલા પરિણામમાં બંને સફળ રહ્યા છે. તેમની આ સિદ્ધિને કારણે હળવદ શહેર સહિત સમગ્ર પત્રકારત્વ જગતમાં આનંદની લાગણી પ્રસરી છે. સોશિયલ મીડિયા અને વિવિધ સામાજિક, શૈક્ષણિક તેમજ પત્રકાર સંગઠનો દ્વારા બંનેને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. હાલમાં ડૉ. ચતુરભાઈ ચરમારી ગુજરાત મિરર દૈનિક અને નજર હળવદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે, જ્યારે વિશાલભાઈ જયસ્વાલ VTV News માં રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

બંને લાંબા સમયથી હળવદ તથા આસપાસના વિસ્તારોમાં પ્રજાલક્ષી પ્રશ્નો, વિકાસના મુદ્દાઓ અને જનહિતના પ્રશ્નોને નિર્ભયતાથી ઉજાગર કરી રહ્યા છે.આજના ડિજિટલ યુગમાં માત્ર મેદાનમાં રિપોર્ટિંગ કરવું પૂરતું નથી. મીડિયા ક્ષેત્રમાં બદલાતી ટેકનોલોજી, ડિજિટલ જર્નાલિઝમ, ફેક્ટ-ચેકિંગ, મીડિયા કાયદા, નૈતિકતા અને માસ કોમ્યુનિકેશનનું ઊંડું જ્ઞાન પણ એટલું જ જરૂરી બન્યું છે. આવી સ્થિતિમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા પત્રકારો સમાજને વધુ જવાબદાર, તથ્યઆધારિત અને વિશ્વસનીય માહિતી આપી શકે છે.હળવદ જેવા શહેરમાંથી બે યુવા પત્રકારોએ માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરવી એ માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર વિસ્તારના પત્રકારત્વ માટે ગૌરવની બાબત છે. આ સફળતા અન્ય યુવાનોને પણ પત્રકારત્વમાં વ્યાવસાયિક અભ્યાસ તરફ પ્રેરણા આપશે અને સ્થાનિક મીડિયાની ગુણવત્તા વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.શિક્ષણ અને અનુભવનો સમન્વય જ પત્રકારને વધુ સશક્ત બનાવે છે. ડૉ. ચતુરભાઈ ચરમારી અને વિશાલભાઈ જયસ્વાલની આ ઉપલબ્ધિ એ વાતનો પુરાવો છે કે સતત અભ્યાસ અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે પત્રકારત્વ વધુ અસરકારક બની શકેછે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *