અમદાવાદના સરખેજમાં નાણાકીય ત્રાસથી યુવકનો આપઘાત, વોટ્સએપ સ્ટેટસમાં માંગી ન્યાયની ગુહાર
Views: 35
0 0
Read Time:1 Minute, 21 Second

અમદાવાદ: શહેરના સરખેજ વિસ્તારમાં નાણાકીય ઉઘરાણી અને સતત માનસિક ત્રાસથી કંટાળીને એક યુવકે પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે.માહિતી મુજબ, મૃતકે આત્મહત્યા કરતા પહેલાં પોતાના વોટ્સએપ સ્ટેટસમાં તેને થઈ રહેલા માનસિક ત્રાસ અંગે આપવીતી વ્યક્ત કરી હતી. સ્ટેટસમાં તેણે “મુજે ન્યાય દિલાના” લખીને સ્થાનિક ધારાસભ્ય સમક્ષ ન્યાયની ગુહાર પણ લગાવી હતી. આ સ્ટેટસ હાલ તપાસનો મહત્વનો ભાગ બન્યો છે.ઘટનાની જાણ થતાં સરખેજ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે સમગ્ર મામલે આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા મૃતકનો મોબાઇલ, વોટ્સએપ સ્ટેટસ સહિત અન્ય ડિજિટલ પુરાવા અને સંબંધિત લોકોના નિવેદનોના આધારે તપાસ શરૂ કરી છે. તપાસ બાદ જ સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ વિગતો સ્પષ્ટ થશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *