સમાધાનનો શનિવાર’: મોરબી જિલ્લામાં 11 જુલાઈએ લોક અદાલત, વર્ષો જૂના વિવાદોને મળશે કાનૂની અને ઝડપી અંત?
Views: 52
0 0
Read Time:3 Minute, 36 Second

“‘વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા (મી.) ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે”‘

મોરબી, તા. 7 જુલાઈ ન્યાય મેળવવા માટે વર્ષો સુધી અદાલતોના ચક્કર કાપતા પક્ષકારો માટે આગામી 11 જુલાઈ, શનિવાર આશાનું કિરણ બની શકે છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (NALSA) અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લા ન્યાયાલય મોરબી ઉપરાંત વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા (મી.) ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના સમાધાનપાત્ર કેસોનો સ્થળ પર જ પરસ્પર સંમતિથી ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. લોક અદાલતમાં મોટર અકસ્માત વળતર (MACP), ચેક રિટર્ન (નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ-138), લગ્ન અને પરિવાર સંબંધિત વિવાદો, ભરણપોષણ, મહેસૂલી કેસો, મજૂર અદાલતના કેસો, ટ્રાફિક ઇ-ચલણ, તેમજ બેંક, ભાડા, વીજળી અને પાણીના બિલ જેવા સમાધાનપાત્ર દિવાની વિવાદોનો સમાવેશ કરવામાં આવશે. બંને પક્ષોની સંમતિના આધારે સમાધાન થતાં કેસનો કાયમી અંત આવે છે અને તે નિર્ણય સામાન્ય રીતે અંતિમ ગણાય છે.

લોક અદાલતનું કાયદાકીય મહત્ત્વ લોક અદાલતની વ્યવસ્થા લીગલ સર્વિસિસ ઓથોરિટીઝ એક્ટ, 1987 હેઠળ કાર્યરત છે. અહીં સમાધાન પર આધારિત ન્યાય આપવામાં આવે છે. જો બંને પક્ષો રાજી થાય તો ઓછા ખર્ચે, ઓછા સમયમાં અને વિવાદ વિના કેસનો ઉકેલ શક્ય બને છે. સમાધાન બાદ કોર્ટ ફી પણ નિયમ મુજબ પરત મળવાની જોગવાઈ હોવાથી આ વ્યવસ્થા સામાન્ય નાગરિક માટે વધુ અનુકૂળ માનવામાં આવે છે.દેશભર માં વધી રહેલા કેસોના ભાર વચ્ચે લોક અદાલત હવે વૈકલ્પિક નહીં પરંતુ અસરકારક ન્યાય વ્યવસ્થાનું મહત્વપૂર્ણ સાધન બની રહી છે. મોરબી જિલ્લાની પાંચેય અદાલતો માં એકસાથે યોજાનાર આ અભિયાનથી હજારો પ્રિ-લિટિગેશન અને પેન્ડિંગ કેસોના ઝડપી નિકાલ ની અપેક્ષા છે. ખાસ કરીને અકસ્માત વળતર, પરિવારિક વિવાદો, બેંક લોન, ચેક બાઉન્સ અને ટ્રાફિક ઇ-ચલણ જેવા કેસોમાં લાંબી કોર્ટ પ્રક્રિયાથી બચી બંને પક્ષોને સંતોષકારક સમાધાન મળે તેવી શક્યતા વધી છે.કાનૂની નિષ્ણાતોના મત મુજબ, જ્યાં સંબંધો જાળવી રાખવા જરૂરી હોય અથવા લાંબી કાનૂની લડાઈ કરતાં સમાધાન વધુ લાભદાયી હોય, ત્યાં લોક અદાલત સૌથી અસરકારક વિકલ્પ બની શકે છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે વધુમાં વધુ પક્ષકારોને આ તકનો લાભ લેવા અપીલ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *