શ્રાવણ માસ પહેલાં જુગાર પર પોલીસનો સટાકો: સતાપર ગામેથી 8 જુગારીઓ ઝડપાયા, વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમની સતર્ક કામગીરી
Views: 125
0 0
Read Time:2 Minute, 27 Second

વાંકાનેર:શ્રાવણ માસના આગમન પહેલાં જ જાહેરમાં હાર-જીતના જુગાર રમતા તત્વો સામે વાંકાનેર તાલુકા પોલીસ તંત્રે કડક વલણ અપનાવતાં સતાપર ગામની સીમ વિસ્તારમાં સફળ દરોડો પાડી આઠ શખ્સોને ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી રૂ. 30,800ની રોકડ રકમ અને 52 ગંજીપત્તાના પાના કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ તેમજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક અને વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જુગાર અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલા અભિયાનના ભાગરૂપે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસ ઈન્સ્પેક્ટર બી.વી. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સતાપર ગામની આથમણી કરારની સીમમાં હેમાભાઈ કાળાભાઈની વાડી નજીક દરોડો પાડી સફળ કાર્યવાહી કરી હતી.આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.વી. ખાંભલા, એએસઆઈ હિપાલસિંહ ચાવડા, હેડ કોન્સ્ટેબલ જશપાલસિંહ ઝાલા, કોન્સ્ટેબલ દિનેશભાઈ બાવળીયા, સામતભાઈ છુછીયા, બ્રીજેશભાઈ બોરીચા અને શક્તિસિંહ પરમાર સહિતની સર્વેલન્સ ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.

શ્રાવણ માસને ધાર્મિક આસ્થા અને સંયમના પર્વ તરીકે જોવામાં આવે છે. આવા સમયે જાહેરમાં જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસની સમયસર અને સક્રિય કાર્યવાહી કાયદો-વ્યવસ્થા જાળવવા સાથે સમાજમાં સ્પષ્ટ સંદેશ આપે છે કે અસામાજિક પ્રવૃત્તિઓ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. પ્રજા રક્ષક તરીકે પોલીસની આવી સતર્ક કામગીરીથી કાયદા પ્રત્યે લોકોમાં વિશ્વાસ વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *