રસ્તો ભૂલાયેલી વૃદ્ધાને પરિવારનો સહારો ફરી મળ્યો: મોરબીમાં 181 અભયમ ટીમની સંવેદનશીલ કામગીરી પ્રશંસનીય
Views: 92
0 0
Read Time:3 Minute, 22 Second

રિપોર્ટ સંજય નંદેસરીયા હળવદ: મોરબી, તા. 2 જુલાઈ: મોરબીના ઘૂટુ ગામ વિસ્તારમાં રસ્તો ભૂલીને કલાકો સુધી એકલી બેઠેલી અંદાજે 60 વર્ષીય પરપ્રાંતીય વૃદ્ધાનું 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે સંવેદનશીલતા અને ધીરજપૂર્વક કાઉન્સેલિંગ કરીને તેમના પરિવાર સાથે સુરક્ષિત પુનઃમિલન કરાવ્યું હતું. આ કામગીરીથી માનવતા અને ત્વરિત સેવા બંનેનો સુંદર પરિચય મળ્યો છે.મળતી માહિતી મુજબ, 1 જુલાઈની રાત્રે એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઇનમાં જાણ કરી હતી કે ઘૂટુ ગામમાં એક વૃદ્ધા છેલ્લા કેટલાક કલાકોથી ગભરાયેલી હાલતમાં એકલી બેઠી છે અને પોતાની ઓળખ કે સરનામું સ્પષ્ટ રીતે જણાવી શકતી નથી. માહિતી મળતા જ કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ શીતલબેન પટેલ તથા પાયલોટ વિરમભાઈ જીડ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.


સ્થાનિક લોકોએ વૃદ્ધાને સુરક્ષિત સ્થળે બેસાડી ભોજન પણ કરાવ્યું હતું. ત્યારબાદ 181 ટીમે શાંતિપૂર્વક વાતચીત અને કાઉન્સેલિંગ દ્વારા માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. વૃદ્ધાએ જણાવ્યું કે તેઓ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે અને છેલ્લા એક મહિનાથી મોરબીમાં મજૂરી કરતા પોતાના દીકરા-વહુ સાથે રહે છે. મોરબીમાં મન ન લાગતા અને પોતાના વતનની યાદ આવતાં તેઓ પરિવારને જાણ કર્યા વિના રેલવે સ્ટેશન જવા નીકળી ગયા હતા, પરંતુ રસ્તો ભૂલી જતાં અન્ય ગામમાં પહોંચી ગયા હતા. ટીમે સતત પ્રયાસો બાદ પરિવારનો સંપર્ક સ્થાપિત કર્યો અને જરૂરી ઓળખના પુરાવાની ચકાસણી કર્યા પછી વૃદ્ધાના દીકરા અને વહુને બોલાવ્યા હતા. પરિવારજનોએ જણાવ્યું કે વૃદ્ધા અગાઉ પણ મધ્યપ્રદેશ જવા માટે જાણ કર્યા વિના ઘરેથી નીકળી જતા હોવાથી તેઓ છેલ્લા નવ કલાકથી તેમની શોધખોળ કરી રહ્યા હતા.


181 અભયમ ટીમે પરિવારને વૃદ્ધાની વિશેષ કાળજી રાખવા, નિયમિત દેખરેખ રાખવા અને જરૂરી માર્ગદર્શન આપ્યું. વૃદ્ધાએ પણ ભવિષ્યમાં જાણ કર્યા વગર ઘરેથી બહાર ન નીકળવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. અંતે વૃદ્ધાને સુરક્ષિત રીતે તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે 181 અભયમ મહિલા હેલ્પલાઇન માત્ર મહિલાઓ માટેની સહાય સેવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ જરૂરિયાતમંદ અને અસહાય લોકોને સમયસર મદદ પહોંચાડીને સમાજમાં વિશ્વાસ અને સુરક્ષાની ભાવના મજબૂત બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *