SBI બેન્ક સરલાના સહયોગથી સરલા શાળાઓમાં વૃક્ષારોપણ: હરિયાળા ગુજરાતના સંકલ્પને મળ્યો વેગ
Views: 73
0 0
Read Time:2 Minute, 27 Second

એશા પારેખ મુળી રિપોર્ટર સરલા: પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા SBI બેન્ક, સરલાના સહયોગથી તા.01/07/2026ના રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, સરલા તેમજ શ્રી સી. આર. ગાર્ડી વિદ્યામંદિર, સરલા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાળા પરિસરમાં વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરીને પર્યાવરણ જાળવણી માટેનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને વૃક્ષોનું પર્યાવરણ અને માનવજીવનમાં રહેલું મહત્વ સમજાવતાં વધુમાં વધુ વૃક્ષો વાવવા અને વાવેલા વૃક્ષોની નિયમિત સંભાળ રાખવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વૃક્ષો માત્ર હરિયાળી વધારતા નથી, પરંતુ શુદ્ધ હવા, પર્યાવરણનું સંતુલન, વરસાદનું સંવર્ધન અને આવનારી પેઢી માટે સ્વસ્થ જીવનનું આધારસ્તંભ છે.

કાર્યક્રમમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સરલાના આચાર્ય વારિસભાઈ ભટ્ટા, સી. આર. ગાર્ડી વિદ્યામંદિરના આચાર્ય જયેશભાઈ દવે, SBI બેન્ક સરલાના શાખા મેનેજર રામકિશન મીના, કેશિયર કુલદીપભાઈ તેમજ હિતેષભાઈ, વિજયભાઈ મહેતા અને શાળાના સેવક દિલીપભાઈ સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ અને અન્ય ઉપસ્થિતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોએ વાવેલા વૃક્ષોની નિયમિત સંભાળ રાખી હરિયાળું, સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત પર્યાવરણ નિર્માણ માટે સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ, જવાબદારી અને પ્રકૃતિપ્રેમની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *