વાંકાનેરથી દિલ્હી સુધી રાજકીય રફતાર: ડૉ. રુકમુદીન માથકિયાને યુવક કોંગ્રેસમાં નેશનલ જવાબદારી, ગુજરાત માટે ગૌરવ
Views: 457
0 0
Read Time:4 Minute, 20 Second

“‘નવી દિલ્હીમાં યોજાયેલી ત્રણ દિવસીય વ્યૂહાત્મક તાલીમમાં ગુજરાતમાંથી એકમાત્ર પ્રતિનિધિ તરીકે ડૉ. રુકમુદીન માથકિયાની હાજરી; રાષ્ટ્રીય સ્તરે સંગઠનાત્મક જવાબદારીથી વાંકાનેરના યુવા નેતૃત્વને નવી ઓળખ”‘

આરીફ દિવાન : ભારતીય રાષ્ટ્રીય યુવક કોંગ્રેસ દ્વારા નવી દિલ્હીના ઇન્દિરા ભવન ખાતે નેશનલ ટીમના હોદ્દેદારો માટે યોજાયેલી ત્રણ દિવસીય વિશેષ વ્યૂહાત્મક તાલીમમાં ગુજરાતમાંથી વાંકાનેરના યુવા નેતા ડૉ. રુકમુદીન માથકિયા એકમાત્ર પ્રતિનિધિ તરીકે જોડાયા હતા. તાજેતરમાં તેમને યુવક કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય સ્તરે પી.આર. અને સંગઠનાત્મક જવાબદારી સોંપવામાં આવી છે, જેને વાંકાનેર અને સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.દેશભરમાંથી પસંદ કરાયેલા અંદાજે 60 જેટલા યુવા હોદ્દેદારો માટે યોજાયેલી આ તાલીમમાં શહેરી વિસ્તારોમાં પાણી, ગટર, ગેસ, સ્વચ્છતા, રોજગાર, ગિગ વર્કર્સ, ઓલા-ઉબર ડ્રાઈવરો તથા અસંગઠિત ક્ષેત્રના કામદારોના પ્રશ્નોને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચિબ સહિત મનીષ શર્મા, ખુશ્બૂ મંગલા, હરપાલસિંહ ચૂડાસમા અને શિવી સિંહ ચૌહાણે કાર્યકરોને આગામી રાજકીય પડકારો અને સંગઠનની વ્યૂહરચના અંગે માર્ગદર્શન આપ્યું હતું.

ડૉ. રુકમુદીન માથકિયાએ દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા યુવા હોદ્દેદારો સાથે વિચારોનું આદાન-પ્રદાન કરી સ્થાનિક પ્રશ્નોને રાષ્ટ્રીય સ્તરે કેવી રીતે અસરકારક રીતે રજૂ કરી શકાય તે અંગે યોજાયેલી ચર્ચાઓમાં સક્રિય ભાગ લીધો હતો.રાજકીય રફતાર: વાંકાનેરથી દિલ્હી સુધીનો સફર વાંકાનેરના સ્થાનિક રાજકારણમાં સક્રિય રહેલા ડૉ. રુકમુદીન માથકિયાએ સંગઠનમાં સતત કામગીરીના આધારે રાજ્ય સ્તરે પોતાની ઓળખ ઉભી કરી હતી. હવે નેશનલ લેવલે જવાબદારી મળતા તેમની રાજકીય સફરે નવી ઊંચાઈ પ્રાપ્ત કરી છે. વાંકાનેરના યુવા નેતાને મળેલી આ તક માત્ર વ્યક્તિગત સિદ્ધિ નહીં, પરંતુ ગુજરાતના યુવા નેતૃત્વને રાષ્ટ્રીય મંચ પર મળેલી નોંધપાત્ર ઓળખ તરીકે પણ જોવામાં આવી રહી છે. વર્તમાન સમયમાં રોજગાર, મોંઘવારી, ગિગ ઇકોનોમી અને શહેરી સુવિધાઓ જેવા મુદ્દાઓ દેશના રાજકારણના કેન્દ્રમાં છે. આવા સમયે યુવક કોંગ્રેસ દ્વારા આ મુદ્દાઓ પર કેન્દ્રિત તાલીમ યોજવી આવનારા રાજકીય અભિયાનો માટેની વ્યૂહાત્મક તૈયારી તરીકે જોવામાં આવે છે. રાજકીય વિશ્લેષકોના મતે, સ્થાનિક પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને જનસંપર્ક મજબૂત કરવાની દિશામાં તમામ રાજકીય પક્ષો કાર્યરત છે અને યુવક કોંગ્રેસની આ પહેલ પણ તે જ દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.ડૉ. રુકમુદીન માથકિયાને મળેલી નેશનલ જવાબદારીથી વાંકાનેરના રાજકીય વર્તુળોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં તેમની ભૂમિકા વધુ વિસ્તરશે તેવી ચર્ચા પણ ચાલી રહી છે.

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *