સમયસર કાઉન્સેલિંગ: બે દીકરીનું ભવિષ્ય અને પરિવાર બંને બચ્યા
Views: 101
0 0
Read Time:3 Minute, 18 Second

દારૂની લતના કારણે વિખેરાવના આરે પહોંચેલા એક પરિવારને નવ મહિનાના સતત કાઉન્સેલિંગ, ધીરજ અને સમજાવટ ના પ્રયાસોથી ફરી એક કરવામાં મહિલા અને બાળ વિભાગ મોરબી દ્વારા સંચાલિત પોલીસ બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર વાંકાનેર અને 181 અભયમ ટીમે નોંધપાત્ર કામગીરી કરીને વર્ષ 2025 દરમિયાન એક મહિલા દ્વારા અરજી કરવામાં આવેલ કે મારા પતિ નબળી આર્થિક પરિસ્થિતિ અને દારૂડિયા મિત્રોના સંપર્કમાં આવી દારૂની લતનો ભોગ બન્યા હતા. પરિણામે પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડાઓ શરૂ થયા હતા અને મહિલાને શારીરિક તેમજ માનસિક ત્રાસનો સામનો કરવો પડતો હતો. મારપીટની ઘટના બાદ મહિલા પિયરમાં જવા મજબૂર બની હતી. જોકે, સાસરિયાઓએ તેમની બે દીકરીઓને સાથે મોકલવાનો ઇનકાર કરતા મહિલાએ 181 અભયમની મદદ માગી હતી. ટીમે તાત્કાલિક હસ્તક્ષેપ કરી બંને દીકરીઓને માતા સાથે સુરક્ષિત રીતે મળાવી આપી હતી.

ત્યારબાદ બંને પક્ષોનું વારંવાર કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. મહિલાના પિતાએ એક જ શરત મૂકી હતી કે જમાઈ દારૂ સંપૂર્ણપણે છોડી દે અને ભવિષ્યમાં દારૂ નહીં પીવે તેની પરિવારના વડીલો બાહેંધરી આપે તો જ સમાધાન શક્ય બનશે.આશરે નવ મહિનાના સતત પ્રયાસો દરમિયાન બંને દીકરીઓના ભણતર અને તેમના ભવિષ્યને કેન્દ્રમાં રાખીને પતિ તથા પરિવારના વડીલોએ દારૂ છોડવાની અને પરિવાર પ્રત્યે જવાબદારી નિભાવવાની બાહેંધરી આપી હતી. ત્યારબાદ બંને પક્ષોની સંમતિથી સુખદ સમાધાન કરાવવામાં આવ્યું અને મહિલાએ પોતાના પરિવાર સાથે ફરીથી જીવનની નવી શરૂઆત કરવાનો નિર્ણય લીધો.આ ઘટના દર્શાવે છે

કે માત્ર કાનૂની કાર્યવાહી જ નહીં, પરંતુ સંવેદનશીલ કાઉન્સેલિંગ, પરિવારના વડીલોની જવાબદારી અને દીકરીઓના ભવિષ્યને કેન્દ્રમાં રાખીને કરવામાં આવેલા પ્રયાસો અનેક પરિવારોને ફરી જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. દારૂની લત માત્ર વ્યક્તિને જ નહીં, સમગ્ર પરિવારને અસર કરે છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન, પરિવારનો સહયોગ અને મહિલા અને બાળ વિભાગ , 181 અભયમ ના જાગૃતિબેન ભુવા તેમજ પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર ના વનિતાબેન સોલંકી અને તેજલબા ગઢવી ની હકારાત્મક કામગીરીથી પરિવર્તન શક્ય બને છે. આ સમગ્ર ઘટના સમાજ માટે એક સકારાત્મક સંદેશ આપે છે કે ધીરજ, સંવાદ અને વિશ્વાસ દ્વારા તૂટતા સંબંધોને પણ ફરી મજબૂત બનાવી શકાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *