મોરબી તાલુકા પોલીસનો જુગાર પર તવાઈ: લાલપર ગામે પાંચ જુગારીઓ ઝડપાયા, ₹3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે
Views: 51
0 0
Read Time:1 Minute, 46 Second

“‘બાતમીના આધારે ઔદ્યોગિક વિસ્તારમાં સફળ દરોડો, રોકડ રકમ સાથે પાંચ ઈસમો સામે ગુનો નોંધાયો”‘

મોરબી, તા. 26 જૂન:
મોરબી તાલુકા પોલીસે જિલ્લામાં ચાલી રહેલી જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફે કાર્યવાહી કરતાં એક ખુલ્લી જગ્યાએ પાંચ શખ્સો રોકડ રકમ પર જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે તમામને કાયદેસરની કાર્યવાહી હેઠળ ઝડપી લઈ તેમની પાસેથી ₹3,00,830નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં જયેશભાઈ અમરશીભાઈ હલવાસીયા, કપિલભાઈ ભગવનભાઈ અઘારા, હિતેશભાઈ જશાભાઈ બિલાપરા, મનસુખભાઈ અંબારામભાઈ દેવશોલ અને દેવકરણભાઈ આંબાભાઈ ભાડજા (તમામ મોરબી તાલુકાના રહેવાસી)નો સમાવેશ થાય છે. આ સમગ્ર કાર્યવાહી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ સ્ટાફે સંયુક્ત રીતે હાથ ધરી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *