ઘમલપરમાં ભાજપના નવા તાલુકા પ્રમુખ ભરતભાઈ દેગામાનું ભવ્ય સન્માન, ગેલ ભવાની માતાજીના દર્શન સાથે સમાજના આગેવાનોનો આશીર્વાદ
Views: 126
0 0
Read Time:2 Minute, 28 Second

વાંકાનેર: વાંકાનેર તાલુકાના ઘમલપર ગામ ખાતે પ્રસિદ્ધ શ્રી ગેલ ભવાની માતાજીના દર્શન અને આશીર્વાદ સાથે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત વાંકાનેર તાલુકા પ્રમુખ ભરતભાઈ દેગામાનું ચુવાળીયા ઠાકોર સમાજના આગેવાનો, સરપંચો, સંગઠનના હોદ્દેદારો અને સમાજના પ્રતિનિધિઓ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરતભાઈ દેગામાની વાંકાનેર તાલુકા પ્રમુખ તરીકે વરણી થતાં સમાજમાં આનંદની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે સમાજના ધર્મગુરુ પરસોતમ ભુવા બાવરવા, રાકેશ ભુવા બાવરવા, પૂર્વ રાજકોટ કોર્પોરેટર બાબુભાઈ ઉઘરેજા, જિલ્લા પંચાયત સભ્ય વાઘજીભાઈ ડાંગરોચા, તાલુકા પંચાયત સભ્યો પ્રભુભાઈ ઘેણોજા અને ભુપતભાઈ કુકાવા, રમેશભાઈ સારલા, તાલુકા મહામંત્રી શામજીભાઈ કેરવાડીયા, પૂર્વ સરપંચ ધનજીભાઈ કેરવાડીયા, અગ્રણી પ્રેમજીભાઈ વિસોડિયા, કારોબારી સભ્યો પીડાભાઈ ઝિંઝુવાડીયા, ભાવેશભાઈ ઉઘરેજા સહિત

મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગ દરમિયાન વાંકાનેર તાલુકા ઠાકોર સેના પ્રમુખ હરેશભાઈ માણસુરીયાએ સમાજના ધર્મગુરુ પરસોતમ ભુવા બાવરવાનું પણ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં ચુવાળીયા ઠાકોર સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવવા, સામાજિક એકતા જાળવવા અને વિકાસલક્ષી કાર્યોમાં સૌ સાથે મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. ઘમલપરમાં યોજાયેલા આ સન્માન સમારોહમાં સમાજના આગેવાનો અને કાર્યકરોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. નવા તાલુકા પ્રમુખ તરીકે ભરતભાઈ દેગામાને શુભેચ્છાઓ પાઠવતા આગેવાનોએ તેમના નેતૃત્વમાં સંગઠન વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *