મહોરમ પર્વ પૂર્વે મોરબી પોલીસ સજ્જ, ફૂટ પેટ્રોલિંગથી સુરક્ષાનો વિશ્વાસ મજબૂત
Views: 26
0 0
Read Time:1 Minute, 39 Second

મોરબી: આગામી મહોરમ અને તાજિયા પર્વને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવા માટે મોરબી પોલીસ દ્વારા શહેરમાં ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. નગર દરવાજાથી દરબારગઢ સુધી યોજાયેલા પેટ્રોલિંગમાં આશરે 80 પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. પોલીસ દ્વારા મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી નાગરિકોને અફવાઓથી દૂર રહેવા તેમજ ભાઈચારો જાળવવા અપીલ કરવામાં આવી હતી. મહોરમ દરમિયાન શહેરમાં અંદાજે 100 જેટલા પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સાથે જ વિવિધ પોલીસ મથકો ખાતે યોજાયેલી શાંતિ સમિતિ બેઠકોમાં ધાર્મિક અને સામાજિક આગેવાનો સાથે સંવાદ કરી તહેવાર દરમિયાન સુમેળ અને શાંતિ જળવાઈ રહે તે માટે ચર્ચા કરવામાં આવી હતી.
પોલીસની આગોતરી કામગીરી માત્ર કાયદો-વ્યવસ્થા જાળવવા પૂરતી નહીં પરંતુ નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બનાવવાનું મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે. પોલીસ, સામાજિક આગેવાનો અને નાગરિકોના સહયોગથી મહોરમ પર્વ કોમી એકતા, ભાઈચારા અને શાંતિનો સંદેશ આપતો ઉત્સવ બની રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *