ગામની શાળાનું ઋણ ચૂકવવાનો ગૌરવપૂર્ણ અવસર: ખાખરાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉત્સાહભેર યોજાયો
Views: 42
0 0
Read Time:3 Minute, 17 Second

રિપોર્ટ મહંમદ શાહમદાર મોરબી, તા. 23 જૂન: શિક્ષણને પ્રાથમિકતા આપતી સરકારની નીતિઓ અને સમાજના સહયોગથી ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધી રહી છે. આ સંદર્ભે ખાખરાળા તાલુકા શાળામાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માત્ર એક ઔપચારિક કાર્યક્રમ નહીં પરંતુ શિક્ષણના મહત્ત્વને ઉજાગર કરતો પ્રેરણાદાયી પ્રસંગ બની રહ્યો.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયત મોરબીના મહિલા આરોગ્ય અને બાળ વિકાસ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, સીટી મામલતદાર પ્રશાંતભાઈ ગઢવી, CRC કો-ઓર્ડિનેટર દુષ્યંતભાઈ મારવાણીયા તેમજ પી.ડી. કાંજીયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે આંગણવાડી અને બાલવાટિકાના નાનકડા બાળકોને શાળામાં પ્રવેશ અપાવી તેમના શૈક્ષણિક જીવનની શુભ શરૂઆત કરાવવામાં આવી. કાર્યક્રમની વિશેષતા એ રહી કે ખાખરાળા ગામની જ શાળામાં અભ્યાસ કરીને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરનાર પી.ડી. કાંજીયા સાહેબે પોતાના વતનની શાળા પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરતાં વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, સ્ટેશનરી કીટ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો અર્પણ કર્યા. કાર્યક્રમના અંતે તમામ બાળકોને નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યું.

આજના ડિજિટલ યુગમાં બાળકો મોબાઇલ અને સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ વચ્ચે શિક્ષણ પ્રત્યે એકાગ્રતા જાળવી રાખે તે સમયની માંગ છે. આવા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બાળકોમાં શાળા પ્રત્યે આત્મીયતા અને ઉત્સાહ વધારવાનું કાર્ય કરે છે. ખાસ કરીને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપતા આવા કાર્યક્રમો સમાજમાં શિક્ષણ સમાનતાનો મજબૂત સંદેશ આપે છે.
પી.ડી. કાંજીયા સાહેબ જેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું યોગદાન વર્તમાન વિદ્યાર્થીઓ માટે જીવંત પ્રેરણા સમાન છે. તેઓ સાબિત કરે છે કે સરકારી શાળાઓમાંથી અભ્યાસ કરીને પણ જીવનમાં ઊંચા શિખરો સર કરી શકાય છે. પોતાના જ ગામની શાળાનું ઋણ ચૂકવવાની તેમની ભાવના વિદ્યાર્થીઓમાં સંસ્કાર, જવાબદારી અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સંદેશ આપે છે.ખાખરાળાની આ પહેલ શિક્ષણને ઉત્સવ સાથે જોડીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તરફનું એક પ્રશંસનીય પગલું બની છે, જે અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *