ધ્રાંગધ્રાની ભૂગર્ભ ગટર યોજના પર સવાલો: લીકેજથી વિકાસની ગુણવત્તા સામે પ્રશ્નચિહ્ન
Views: 40
0 0
Read Time:3 Minute, 17 Second

રિપોર્ટ : સંજય નંદેસરિયા : ધ્રાંગધ્રાના ગોપી પાર્ક વિસ્તારમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજના ની કામગીરી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. ગટરની પાઇપલાઇનમાં વિવિધ સ્થળોએ લીકેજ જોવા મળતા કામગીરીની ગુણવત્તા સામે સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો છે. ખાસ કરીને બે પાઇપના જોડાણ વચ્ચેમાંથી સતત પાણી લીક થતું હોવાના દૃશ્યો સામે આવ્યા છે, જેના કારણે સમગ્ર કામકાજની ગુણવત્તા અને દેખરેખ અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ લીકેજના કારણે આસપાસના રહેણાક મકાનોના પાયામાં પાણી ઉતરવાની ભીતિ સર્જાઈ છે. જો સમયસર સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો મકાનોને માળખાકીય નુકસાન થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. પરિણામે રહેવાસીઓએ તંત્ર સમક્ષ રજૂઆત કરીને સમગ્ર પાઇપલાઇનની તકનીકી તપાસ તેમજ તાત્કાલિક સમારકામ કરવાની માંગ ઉઠાવી છે.
આયોજનનો અભાવ કે નબળી ગુણવત્તા? વિકાસલક્ષી યોજનાઓનો હેતુ નાગરિકોને સુવિધા પૂરી પાડવાનો હોય છે, પરંતુ કામગીરી શરૂ થયા બાદ જ ખામીઓ સામે આવતી હોય ત્યારે આયોજન અને અમલીકરણ બંને પર સવાલો ઉભા થાય છે. લીકેજ પાછળ મટીરીયલ્સની નબળી ગુણવત્તા જવાબદાર છે કે પછી કામગીરી દરમિયાન તકનીકી બેદરકારી દાખવાઈ છે, તે તપાસનો વિષય છે. જોકે, વિકાસના નામે ખર્ચાતા જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ થયો છે કે નહીં તે અંગે લોકોમાં ચર્ચા શરૂ થઈ છે.

પ્રતિનિધિઓએ ભજવવી પડશે જવાબદારી સમસ્યા મુક્ત નાગરિક જીવન સુનિશ્ચિત કરવું માત્ર તંત્રની જ નહીં પરંતુ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ ની પણ જવાબદારી છે. વિકાસના કામોની નિયમિત દેખરેખ, ગુણવત્તાની ચકાસણી અને લોકોની ફરિયાદોનું સમયસર નિરાકરણ લાવવા માટે પ્રતિનિધિઓએ સક્રિય ભૂમિકા ભજવવી જરૂરી બની છે. વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કરવું જેટલું મહત્વનું છે, તેટલું જ મહત્વપૂર્ણ તેની ગુણવત્તા જાળવવી પણ છે.
હાલ ગોપી પાર્ક વિસ્તારના રહેવાસીઓની નજર તંત્ર અને જવાબદાર અધિકારીઓની કામગીરી પર ટકેલી છે. લોકોની માંગ છે કે માત્ર લીકેજ બંધ કરવાની કાર્યવાહી પૂરતી નથી, પરંતુ સમગ્ર લાઇનની તકનીકી તપાસ કરીને ભવિષ્યમાં આવી સમસ્યા ફરી ન સર્જાય તે માટે કડક પગલાં લેવામાં આવે. વિકાસના કામોમાં ગુણવત્તા અને પારદર્શિતા જળવાઈ રહેશે તો જ લોકોનો વિશ્વાસ મજબૂત બનશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *