મોરબીમાં ₹2.99 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે પ્રોહિબિશન કેસ નોંધાયો
Views: 29
0 0
Read Time:1 Minute, 56 Second

મોરબી શહેરના નગર દરવાજા પોલીસ ચોકી વિસ્તારમાં પોલીસે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ૨૯૫ બોટલ અને ૪૦ નાની બોટલ સહિત અંદાજે ₹૨,૯૯,૩૫૪ કિંમતનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન વિરોધી અભિયાન દરમિયાન નગર દરવાજા પોલીસ ચોકીના પીએસઆઈ જે.વી. ઝાલાને ખાનગી બાતમી મળી હતી કે કબીર ટેકરી, શેરી નંબર-૨ વિસ્તારમાં આવેલા એક મકાનમાં ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે.બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં મકાનમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની ૭૫૦ એમએલની ૨૯૫ બોટલ તેમજ ૧૮૦ એમએલની ૪૦ બોટલ મળી આવી હતી. જોકે, દરોડા દરમિયાન બંને આરોપીઓ સ્થળ પરથી મળી આવ્યા ન હતા.આ કેસમાં પોલીસે સાહિલ સિદ્દીકભાઈ ચાનિયા અને જયદીપસિંહ મહોબતસિંહ ઝાલા સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કબજે કરાયેલા દારૂના જથ્થાને જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે.આ સમગ્ર કાર્યવાહી મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજાના સુપરવિઝન હેઠળ નગર દરવાજા પોલીસ ચોકી અને સર્વેલન્સ સ્ટાફની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *