વિશ્વ યોગ દિવસ નિમિત્તે શ્રી ભાટિયા કુમાર પ્રાથમિક શાળામાં યોગમય માહોલ
Views: 27
0 0
Read Time:1 Minute, 57 Second

વાંકાનેરની ભાટિયા સોસાયટી સ્થિત સરકારી શ્રી ભાટિયા કુમાર પ્રાથમિક શાળામાં ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગાસન, પ્રાણાયામ અને વિવિધ યોગ ક્રિયાઓનું પ્રદર્શન કર્યું હતું.
શાળામાં શિક્ષણ સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે નિયમિતપણે વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને યોગનું મહત્વ, તેના આરોગ્યલક્ષી ફાયદાઓ તેમજ દૈનિક જીવનમાં યોગના સ્થાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા સકારાત્મક વિચારસરણી, સ્વાસ્થ્ય જાગૃતિ અને જીવનમાં શિસ્તના મહત્વ અંગે ચિંતન રજૂ કરવામાં આવ્યું હતું. શિક્ષકોએ યોગને માત્ર કસરત નહીં પરંતુ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસનું અસરકારક સાધન ગણાવી નિયમિત યોગાભ્યાસ માટે પ્રેરણા આપી હતી. શાળા પરિવાર દ્વારા પરિવારિક સંસ્કારો, ભારતીય પરંપરા અને સાંસ્કૃતિક મૂલ્યોને ઉજાગર કરતી આવી ઉજવણીઓ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *