યોગ ભગાવે રોગ”ના સંદેશ સાથે દાધોળીયા સરકારી માધ્યમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી
Views: 112
0 0
Read Time:2 Minute, 9 Second

રિપોર્ટર એશાબેન ભરતભાઈ પારેખ: દાધોળીયા, તા. ૨૧ જૂન : વિશ્વ યોગ દિવસ નિમિત્તે દાધોળીયા ગામની સરકારી માધ્યમિક શાળામાં યોગ દિવસની ઉત્સાહભેર અને શિસ્તબદ્ધ રીતે ઉજવણી કરવામાં આવી હતી.શાળામાં શિક્ષણ સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનું નિયમિત આયોજન કરવામાં આવે છે.

તે જ અનુસંધાને વિશ્વ યોગ દિવસની વિશેષ ઉજવણી યોજાઈ હતી. કાર્યક્રમ દરમિયાન આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને યોગનું જીવનમાં રહેલું મહત્વ સમજાવ્યું હતું. યોગ માત્ર શારીરિક તંદુરસ્તી જ નહીં, પરંતુ માનસિક શાંતિ, એકાગ્રતા અને આત્મવિશ્વાસના વિકાસ માટે પણ અત્યંત ઉપયોગી હોવાનું જણાવાયું હતું. “યોગ ભગાવે રોગ”ના સૂત્રને કેન્દ્રમાં રાખીને વિદ્યાર્થીઓને યોગના વિવિધ ફાયદાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓને વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને યોગ કસરતો કરાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક અને શિસ્તબદ્ધ રીતે યોગાભ્યાસમાં ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને નિયમિત યોગને પોતાના દૈનિક જીવનનો ભાગ બનાવવા તેમજ સ્વસ્થ અને નિરોગી જીવનશૈલી અપનાવવા પ્રેરણા આપવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સ્ટાફે સહયોગ આપ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *