શિવાલય શેલ્ટર હોમ, વાંકાનેર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
Views: 59
0 0
Read Time:1 Minute, 10 Second

અનાથ, નિરાધાર તેમજ શારીરિક ક્ષતિગ્રસ્ત લોકો માટે કાર્યરત શિવાલય શેલ્ટર હોમ, વાંકાનેર ખાતે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે આશ્રમમાં નિવાસ કરતા વૃદ્ધો, મહિલાઓ તથા અન્ય લાભાર્થીઓને યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન આશ્રમના ઉપપ્રમુખ રાજદીપભાઈ પરમારે જણાવ્યું હતું કે, “યોગ માત્ર કસરત નહીં, પરંતુ સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવાની એક શ્રેષ્ઠ જીવનપદ્ધતિ છે. નિયમિત યોગ કરવાથી શરીર નિરોગી રહે છે અને મન પ્રસન્ન રહે છે.”કાર્યક્રમમાં તમામ નિવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ દૈનિક જીવનમાં યોગને અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન શિવાલય શેલ્ટર હોમ, વાંકાનેર દ્વારા કરવામાં આવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *