ચોમાસા ટાણે ખેડૂતોનો આક્રોશ”‘જંબુસરનાઅણખી-જાફરપુરા-વાવલીમાં હાઈટેન્શન લાઈનના વળતરને લઈને ઉગ્ર બન્યો વિરોધ”‘
Views: 25
0 0
Read Time:3 Minute, 29 Second

જંબુસર, ગત તા. 20 જૂન: ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકોના અણખી, જાફરપુરા અને વાવલી ગામોના ખેડૂતો હાઈટેન્શન ટ્રાન્સમિશન લાઈનના વળતરના મુદ્દે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પાવરગ્રીડ કંપની દ્વારા 750 કે.વી. હાઈટેન્શન લાઈન માટે તેમના ખેતરોમાં ટાવરો ઊભા કરવામાં આવ્યા હોવા છતાં પાક નુકસાન અને જમીનના ઉપયોગ પર પડેલી અસરનું યોગ્ય વળતર હજુ સુધી ચૂકવવામાં આવ્યું નથી.ખેડૂતોના જણાવ્યા અનુસાર, ટાવર ઊભા કરવા અને લાઈન પસાર કરવા માટે થયેલી કામગીરી થી ખેતીલાયક જમીનનો એક ભાગ કાયમી અસરગ્રસ્ત બન્યો છે. ભારે મશીનરી ના ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા પર પણ અસર પડી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

સ્થાનિક ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે, તો તેઓ પોતાના ખેતરોમાં કંપનીને કોઈપણ પ્રકારની આગળની કામગીરી કરવા દેશે નહીં. જંબુસર તાલુકાના અનેક ગામોમાં હજુ સુધી વળતર પ્રક્રિયા પૂર્ણ ન થતાં ખેડૂતો માં અસંતોષ વધી રહ્યો છે. ચોમાસાની વેળાએ ખેડૂતો રસ્તા પર
ખાસ કરીને ચોમાસાના આગમન સમયે ખેડૂતો ખેતીની તૈયારીઓમાં વ્યસ્ત હોવા જોઈએ, પરંતુ વળતર માટે તેમને સરકારી કચેરીઓ અને કંપનીના અધિકારીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે. ખેતીપ્રધાન રાજ્ય ગણાતા ગુજરાતમાં ખેડૂતોને પોતાના હક્ક માટે રસ્તા પર ઉતરવા ની ફરજ પડે છે, તે કૃષિ નીતિ અને વળતર વ્યવસ્થાની અસરકારકતા સામે સવાલો ઊભા કરે છે.ખેડૂતોનું કહેવું છે કે વિકાસના નામે માળખાગત પ્રોજેક્ટો જરૂરી છે, પરંતુ તેનો બોજ માત્ર ખેડૂતો પર ન આવવો જોઈએ. જમીન અને પાકને થયેલા નુકસાનનું પારદર્શક મૂલ્યાંકન કરીને સમયસર અને યોગ્ય વળતર ચૂકવવું તંત્ર અને કંપનીની જવાબદારી છે. વિકાસ અને ન્યાય વચ્ચેનું સંતુલન જરૂરી

રાજ્યમાં વીજ પુરવઠો મજબૂત બનાવવા હાઈટેન્શન ટ્રાન્સમિશન લાઈનો અનિવાર્ય છે, પરંતુ વિકાસના આ મોડેલમાં ખેડૂતોની સંમતિ, વિશ્વાસ અને હિતોનું રક્ષણ એટલું જ મહત્વનું છે.ખેડૂત સંગઠ નો અને કૃષિ ચિંતકોનું માનવું છે કે આવા પ્રોજેક્ટોમાં વળતર નક્કી કરવાની પ્રક્રિયા વધુ પારદર્શક અને ઝડપી બનવી જોઈએ. અસરગ્રસ્ત ખેડૂતોને સમયસર માહિતી, યોગ્ય મૂલ્યાંકન અને કાયદેસર હક્કો અંગે માર્ગદર્શન મળે તો વિવાદો ટાળી શકાય.હાલ અણખી, જાફરપુરા અને વાવલીના ખેડૂતોની નજર હવે કંપની અને તંત્રના આગામી પગલાં પર ટકેલી છે. જો સમયસર ઉકેલ નહીં આવે તો આ વિરોધ વધુ ઉગ્ર બનવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *