જામનગરના દરેડ GIDCમાં સ્ટેટ GSTનો મેગા દરોડો: બોગસ બિલિંગના જાળ પર તવાઈ, કરોડોની કરચોરી બહાર આવવાની આશંકા
Views: 31
0 0
Read Time:3 Minute, 12 Second

જામનગરના ઔદ્યોગિક હબ ગણાતા દરેડ GIDC વિસ્તારમાં રાજ્ય GST વિભાગે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરતાં ઉદ્યોગજગત માં ભારે ચકચાર મચી છે. ૨૨થી વધુ સરકારી વાહનોના કાફલા સાથે અધિકારીઓ વિવિધ એકમો અને ભાડે અપાયેલા શેડોમાં એકસાથે પહોંચતા સમગ્ર વિસ્તારમાં ફફડાટનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, કેટલાક વેપારીઓ અને ફર્મોએ માત્ર કાગળ પર વ્યવસાય દર્શાવી ભાડે રાખેલા શેડના સરનામા આધારે GST નોંધણીઓ મેળવી હતી. આ શંકાસ્પદ નોંધણીઓ મારફતે ખોટા બિલો જનરેટ કરી બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવાના મોટા કૌભાંડની તપાસ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.તપાસ દરમિયાન અધિકારીઓ દ્વારા કમ્પ્યુટર હાર્ડડિસ્ક, હિસાબી દસ્તાવેજો, GST રિટર્ન, બેંક વ્યવહારો અને ઇ-વે બિલ સહિતના ડિજિટલ પુરાવાઓની ચકાસણી કરવામાં આવી રહી છે.

તપાસનો વ્યાપ મોટો હોવાથી સમગ્ર ઓપરેશન ૮થી ૧૦ દિવસ સુધી લંબાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.GST અમલમાં આવ્યા બાદ છેલ્લા કેટલાક વર્ષોમાં બોગસ બિલિંગ અને ફેક ITCના કૌભાંડો સરકાર માટે મોટો પડકાર બન્યા છે. કાગળ પર જ કંપનીઓ ઊભી કરીને એકબીજા ને ખોટા બિલો આપવાના રેકેટ મારફતે કરોડો રૂપિયાની કરચોરી કરવામાં આવતી હોવાનું અગાઉ પણ સામે આવ્યું છે. દરેડ GIDC જેવા મોટા ઔદ્યોગિક વિસ્તારમાં અનેક નાના-મોટા એકમો કાર્યરત હોવાથી કેટલીક ગેરકાયદેસર તત્વો માટે ભાડાના શેડના સરનામાનો ઉપયોગ કરીને ફેક ફર્મો ઉભી કરવી સરળ બની જાય છે. આ પ્રકારની ગેરરીતિઓ થી સરકારને આવકનું નુકસાન થવા ઉપરાંત સાચા ઉદ્યોગકારો માટે પણ અયોગ્ય સ્પર્ધા ઊભી થાય છે. GST વિભાગનો આ દરોડો માત્ર કરચોરી પકડવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમગ્ર બોગસ બિલિંગ નેટવર્કને તોડી પાડવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. તપાસ પૂર્ણ થયા બાદ અનેક ફર્મોના GST નંબર રદ થવા, દંડાત્મક કાર્યવાહી થવા તેમજ ધરપકડ સુધીની કાર્યવાહી થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.હાલ અધિકારીઓ એ સત્તાવાર રીતે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ વિગત જાહેર કરી નથી, પરંતુ આ ઓપરેશનથી રાજ્યભરના ઔદ્યોગિક વિસ્તારોમાં કાર્યરત શંકાસ્પદ ફર્મોમાં ચિંતા વધી હોવાનું જોવા મળી રહ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *