હળવદમાં મહોરમની હુસેની મહેક: “યા હુસેન”ના નારાઓ વચ્ચે કોમી એકતાનું અનોખું ઉદાહરણ
Views: 122
0 0
Read Time:2 Minute, 19 Second

રિપોર્ટ.સંજયનંદેસરીયા.હળવદ
હળવદ શહેરના ટીંકર રોડ સ્થિત મીઠાના ગંજા વિસ્તારમાં મહોરમના પવિત્ર દિવસોમાં હુસેની માહોલ દિવસેને દિવસે વધુ ગાઢ બની રહ્યો છે. મહોરમના પ્રથમ ચાંદથી લઈને દસમા ચાંદ સુધી દર વર્ષની પરંપરા મુજબ વિવિધ છબીલ કમિટીઓ દ્વારા નિયાઝ અને પ્રસાદીનું વિતરણ કરીને ઇમામ હુસૈનની શહાદતને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. યા હુસેન 47 સરકાર છબીલ કમિટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં મીયાણા પરિવારે ઇમામ હુસૈનની યાદમાં દૂધ કોલ્ડ ડ્રિંક, પવા-બટાકા, શરબત અને પફનું વિતરણ કર્યું હતું. ખાસ વાત એ રહી કે હિન્દુ-મુસ્લિમ સહિત તમામ સમાજના લોકોએ આ પ્રસાદીનો લાભ લઈને કોમી એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશ આપ્યો હતો.
મહોરમ માત્ર શોકનો અવસર નથી, પરંતુ સત્ય, ન્યાય, ત્યાગ અને માનવતાના મૂલ્યોને યાદ કરવાનો પવિત્ર પ્રસંગ છે. કરબલાની ભૂમિ પર ઇમામ હુસૈને આપેલા બલિદાનની યાદમાં યોજાતા આવા સેવા કાર્યો સમાજમાં પ્રેમ, સૌહાર્દ અને એકતાની ભાવના મજબૂત બનાવે છે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અહેમદભાઈ ઉસ્માનભાઈ સધવાણી, ઈકબાલ કટિયા મીયાણા, સલમાન સધવાણી, ફારુક ભટી, સરુખ ભટી, સમીર સંધી, સલમાન ભટી, અવેસ ભટી, અવેશ મોવર અને રશુલ ભટીએ જહેમત ઉઠાવી હતી.
હળવદ પંથકમાં મહોરમ દરમિયાન દરરોજ અલગ-અલગ વિસ્તારોમાં નિયાઝ અને છબીલના આયોજન થકી કોમી એકતાનું જીવંત દૃશ્ય સર્જાઈ રહ્યું છે.

“યા હુસેન”ના નારાઓ વચ્ચે માનવ સેવા અને ભાઈચારાનો સંદેશ સમાજને નવી દિશા આપી રહ્યો છે. તસ્વીરોમાં યા હુસેન 47 સરકાર છબીલ કમિટીના કાર્યકરો સેવા કાર્યમાં વ્યસ્ત જોવા મળે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *