શિક્ષણ, એકતા અને વ્યસનમુક્તિથી સમાજ વિકાસ તરફ : કોળી ઠાકોર એકતા સંગઠનની અનોખી પહેલ
Views: 70
1 0
Read Time:3 Minute, 16 Second

ગુજરાતમાં કોળી ઠાકોર સમાજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિશાળ સંખ્યામાં વસવાટ કરે છે. ખાસ કરીને રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, અમદાવાદ, અમરેલી, જૂનાગઢ, બોટાદ, કચ્છ અને પાટણ સહિતના જિલ્લાઓમાં સમાજનું નોંધપાત્ર પ્રભુત્વ જોવા મળે છે. કૃષિ, પશુપાલન, વેપાર, ઉદ્યોગ, સરકારી-ખાનગી નોકરી તેમજ સામાજિક સેવાકીય ક્ષેત્રોમાં સમાજના લોકો મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. સમાજના સર્વાંગી વિકાસ માટે હવે સમયની માંગ મુજબ શિક્ષણ, સંગઠન અને સામાજિક જાગૃતિને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ સંદર્ભે સમાજ ચિંતક અને પત્રકાર સંજય નંદેસરિયાએ કોળી ઠાકોર સમાજમાં વ્યસનમુક્તિ, બાળલગ્ન નિવારણ અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે મહત્વપૂર્ણ અપીલ કરી છે.સંજય નંદેસરિયાએ જણાવ્યું હતું કે, “સમાજમાં રહેલા જૂના અને અયોગ્ય કુળ રિવાજોને ત્યજીને નવી પેઢીને શિક્ષણ અને સંસ્કારના માર્ગે આગળ વધારવી સમયની સૌથી મોટી જરૂરિયાત છે. બાળલગ્ન જેવી કુરિવાજો પર સંપૂર્ણ વિરામ મૂકી યુવાનોને વ્યસનમુક્ત જીવનશૈલી તરફ પ્રેરિત કરવું જરૂરી છે.”તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજનો યુગ શિક્ષણ, ટેક્નોલોજી અને સ્પર્ધાનો છે.

આવનારી પેઢી આધુનિક યુગ સાથે કદમથી કદમ મિલાવી શકે તે માટે સમાજના દરેક પરિવારે બાળકોના શિક્ષણને પ્રાથમિકતા આપવી જોઈએ. યુવાઓને રોજગારલક્ષી શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરવાથી સમાજ વધુ મજબૂત બની શકે છે.
આ હેતુસર સંજય નંદેસરિયાના માર્ગદર્શન હેઠળ “કોળી ઠાકોર એકતા સંગઠન”ની રચના કરવામાં આવી છે. સંગઠન દ્વારા રાજ્યના દરેક શહેર, જિલ્લા અને તાલુકા સ્તરે સમાજ ચિંતન બેઠક, જાગૃતિ અભિયાન અને સમાજલક્ષી કાર્યક્રમો યોજવાની યોજના બનાવવામાં આવી રહી છે.
સંગઠનનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં એકતા, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, યુવા વિકાસ અને વ્યસનમુક્તિ જેવા મુદ્દાઓને કેન્દ્રસ્થાને રાખી સમાજના સર્વાંગી વિકાસ માટે સહિયારા પ્રયાસો કરવાનો છે.અંતમાં સંજય નંદેસરિયાએ સમાજના આગેવાનો, યુવાનો અને વડીલોને એક મંચ પર આવી સમાજહિતના કાર્યોમાં સક્રિય યોગદાન આપવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, “એકતા જ સમાજની સાચી તાકાત છે. સંગઠિત સમાજ જ વિકાસના નવા શિખરો સર કરી શકે છે.”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *