રાણેકપરમાં શિક્ષણનો નવો સૂર: ધોરણ 9-10ની મંજૂરીથી ગ્રામજનોમાં ખુશીની લહેર
Views: 235
0 0
Read Time:2 Minute, 15 Second

રિપોર્ટ: સંજયભાઈ નંદેસરીયા, હળવદ: હળવદ તાલુકાના રાણેકપર ગામ માટે શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 9 અને 10 શરૂ કરવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આવતી 22 જૂન, 2026ના રોજ સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.આ મંજૂરી માટે રાણેકપર ગ્રામ પંચાયતના સરપંચ શીતલબેન રાજુભાઈ ઉડેચાએ રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. સમગ્ર પ્રક્રિયામાં રાજુભાઈ નવઘણભાઈ ઉડેચાની નોંધપાત્ર મહેનત રહી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે

.સ્વ. નવઘણભાઈ ગણેશભાઈ ઉડેચાના પરિવારના માર્ગદર્શન હેઠળ ગામમાં શિક્ષણનો રથ આગળ ધપાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓને ઉચ્ચતર અભ્યાસ માટે અન્ય ગામોમાં જવું પડતું હતું, પરંતુ હવે સ્થાનિક સ્તરે જ ધોરણ 9 અને 10ની સુવિધા ઉપલબ્ધ બનતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.ગામના લોકોનું માનવું છે કે શિક્ષણની આવી સુવિધાઓ દરેક ગ્રામ્ય વિસ્તારમાં ઉપલબ્ધ થવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓને પોતાના ગામમાં જ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકે.શિક્ષણ ક્ષેત્રે રાણેકપરનું આ પગલું માત્ર શાળાની મંજૂરી પૂરતું નથી, પરંતુ ગ્રામ એકતા, લોકભાગીદારી અને શિક્ષણ પ્રત્યેની જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પણ છે.
“આજનો વિદ્યાર્થી આવતીકાલનો અધિકારી” સૂત્રને સાકાર કરતું રાણેકપર ગામ હવે શિક્ષણ વિકાસના નવા અધ્યાય તરફ આગળ વધી રહ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *