હુસૈન”ના નાદ સાથે રાજાવડલામાં છવાયો હુસેની માહોલ : મહોરમ શરીફે શ્રદ્ધા, એકતા અને ભાઈચારાનો આપ્યો સંદેશ
Views: 122
0 0
Read Time:2 Minute, 37 Second

મહોરમના પવિત્ર અવસરે વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામમાં પ્રથમ ચાંદથી જ શ્રદ્ધા અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના વિવિધ વિસ્તારોમાં “યા હુસૈન”ના નાદ સાથે હુસેની માહોલ છવાઈ ગયો છે.મહોરમના પ્રથમ ચાંદથી લઈને દસમા ચાંદ સુધી દર વર્ષની પરંપરા મુજબ ગામના ઇમામ ચોક, બીપીએલ જમાયપરા, ભીસ્તીવાળા વિસ્તાર, મેઇન બજાર, જનતા વાળી શેરી સહિતના વિસ્તારોમાં ઠેરઠેર સબીલનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત હુસેની માતમ દરમિયાન ન્યાઝ શરીફનું તકસીમ કરીને માનવસેવા અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.
ગામની મસ્જિદો અને જમાતખાનાઓ માં શહીદે કરબલાની યાદમાં વાઇઝ શરીફના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં હઝરત ઇમામ હુસૈનના બલિદાન, સત્ય, ન્યાય અને માનવતાના સંદેશને ઉજાગર કરવામાં આવે છે.


મહોરમ માત્ર શોકનો પ્રસંગ નથી, પરંતુ અન્યાય સામે સત્ય માટે અડગ રહેવાની પ્રેરણા આપતો પવિત્ર સમય છે. કરબલાની ઘટના માનવજાતને ત્યાગ, ધૈર્ય અને સિદ્ધાંતો માટે સંઘર્ષ કરવાની પ્રેરણા આપે છે.આ પ્રસંગે ગામના નૂરભાઈ કબાટ, તાલુકા પંચાયતના સભ્ય અકબર હાજી સાહેબ, માજી સરપંચ અનુભાઈ પટેલ, ડૉ. ઇરફાનભાઈ, ઈસુભાઈ પટેલ, મકબુલભાઈ રાજા સહિત સમાજના અગ્રણીઓ, યુવા કાર્યકરો અને મોટી સંખ્યામાં ગામજનોએ ઉપસ્થિત રહી એકતા અને સૌહાર્દનો સંદેશ આપ્યો હતો.

રાજાવડલા ગામમાં ધાર્મિક શ્રદ્ધા સાથે સામાજિક સમરસતા અને ભાઈચારાનું અનોખું દૃશ્ય સર્જાયું છે. વિવિધ સમાજના લોકો એક મંચ પર આવીને મહોરમના પવિત્ર સંદેશને આત્મસાત કરી રહ્યા છે, જે ગામની ગંગા-જમુની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવે છે.મહોરમનો પવિત્ર મહિનો આપણને શીખવે છે કે માનવતા, સત્ય અને ન્યાયના મૂલ્યો જ સમાજને સાચી દિશા આપી શકે છે. રાજાવડલામાં ઉજવાઈ રહેલો હુસેની માહોલ આ મૂલ્યોનું જીવંત ઉદાહરણ બની રહ્યો છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *