વાંકાનેર તાલુકા પોલીસે ૧.૯૫૦ કિલો ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
Views: 205
0 0
Read Time:5 Minute, 18 Second

વાંકાનેર, તા. ૧૮ જૂન: માદક પદાર્થોના ગેરકાયદે વેપાર સામે કડક કાર્યવાહી હાથ ધરવાના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે. વાંકાનેર તાલુકાના વીડી જાંબુડિયા ગામ રોડ પરથી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ, પોલીસ અધિક્ષક મોરબી તેમજ નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગના માર્ગદર્શન હેઠળ નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.આ દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે સમયે બાતમીના આધારે પોલીસે દેવરાજભાઈ મનજીભાઈ ચૌહાણ (રહે. ચરાડવા, તા. હળવદ, જિ. મોરબી)ને તેના હીરો સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ-36 AN-1746 સાથે અટકાવી તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન આરોપી પાસેથી વેચાણના ઇરાદે રાખવામાં આવેલ ૧ કિલો ૯૫૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી) અને ૨૦(બી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસે આરોપી પાસેથી અંદાજે રૂ. ૯૭,૫૦૦ કિંમતનો ગાંજો અને રૂ. ૨૫,૦૦૦ કિંમતની મોટરસાયકલ સહિત કુલ રૂ. ૧,૨૨,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો : વાંકાનેર તાલુકા પોલીસની સતર્ક કામગીરી મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસને વિદેશી દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરતાં મહત્વની સફળતા મળી છે. પોલીસની સતર્કતા અને બાતમીના આધારે નીરણા–સુકા ઘાસ વિસ્તારમાં દરોડો પાડી એક શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ વિભાગ દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને ગુનાખોરી અટકાવવા માટે સતત સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન આરોપી પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની બોટલો, એક છકડો રિક્ષા અને મોબાઇલ ફોન મળી કુલ અંદાજે રૂ. ૨,૯૩,૩૧૮નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.


પકડાયેલા આરોપીઓમાં રાજુભાઈ પરસોત્તમભાઈ વાંધેલ અને અન્ય સહઆરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે અને દારૂના જથ્થાનો સ્ત્રોત તેમજ સંડોવાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધાર્યો છે. પોલીસ ટીમની સરાહનીય કામગીરી
આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.વી. ખાંભલા તેમજ સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
કાર્યવાહીમાં જોડાયેલા પોલીસ કર્મચારીઓમાં: એએસઆઈ ગોપાલભાઈ કાલરીયા પો.હે.કો. ઉત્તમસિંહ જાડેજા પોલીસ કર્મચારી અક્ષયરાજસિંહ પરમાર પોલીસ કર્મચારી ભરતભાઈ બોરીયા પોલીસ કર્મચારી દીપક ભીમાણી સહિતની ટીમે સંકલિત પ્રયાસો કરીને સફળ દરોડો પાડ્યો હતો. વાંકાનેર તાલુકા પોલીસની આ કામગીરી પ્રોહિબિશનના કાયદાનો અસરકારક અમલ કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક વલણ દાખવવાની દિશામાં નોંધપાત્ર માનવામાં આવી રહી છે. વધુ તપાસ ચાલુ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *