બેફામ ડમ્પરની ટક્કરે ત્રણ ભેંસોના જીવ લીધા: કડીયાણા-સુંદરગઢ માર્ગ પર પશુપાલકોમાં રોષ
Views: 224
0 0
Read Time:2 Minute, 35 Second

હળવદ, પ્રતિનિધિ રિપોર્ટ:સંજય નંદેસરીયા હળવદ:મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કડીયાણા અને સુંદરગઢ ગામ વચ્ચે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રોડ પસાર કરી રહેલી પાંચ ભેંસોને બેફામ દોડતા ડમ્પરે અડફેટે લેતા ત્રણ ભેંસોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે બે ભેંસોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, કડીયાણા-સુંદરગઢ માર્ગ પર પશુઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા ભેંસોને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણ ભેંસોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
બનાવની જાણ આસપાસના ખેતમજૂરોને થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત પશુઓને સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. ઘટનાની જાણ પશુપાલકે પોલીસને કરતા પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. અકસ્માતે ઉઠાવ્યા અનેક સવાલ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વાહનોની વધતી અવરજવર અને બેફામ ગતિ હવે પશુપાલકો માટે ચિંતાનો વિષય બની રહી છે. કડીયાણા-સુંદરગઢ જેવા આંતરિક માર્ગો પર પશુઓની અવરજવર સામાન્ય બાબત છે,

તેમ છતાં ભારે વાહનચાલકો દ્વારા પૂરતી સાવચેતી રાખવામાં આવતી નથી.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ માર્ગ પર ભારે વાહનોની ઝડપ નિયંત્રિત કરવા માટે સ્પીડ બ્રેકર, ચેતવણીના બોર્ડ અને નિયમિત પેટ્રોલિંગની જરૂરિયાત છે. સમયસર અસરકારક પગલાં નહીં ભરાય તો આવા અકસ્માતો ફરી સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.આ ઘટનાએ માત્ર પશુપાલકોને આર્થિક નુકસાન પહોંચાડ્યું નથી, પરંતુ માર્ગ સુરક્ષા અને બેદરકાર ડ્રાઇવિંગ સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પણ ઉજાગર કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *