શાસ્ત્રીનગરમાં મોડીરાત્રે કારનો કહેર: પાર્ક કરેલી ચાર કારને ટક્કર મારી ચાલક ફરાર
Views: 33
0 0
Read Time:1 Minute, 37 Second

અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં મોડીરાત્રે એક કારચાલકે સોસાયટી બહાર પાર્ક કરાયેલી ચાર જેટલી કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.પ્રાથમિક માહિતી મુજબ, કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રોડની બાજુમાં ઉભેલા વાહનોને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરની અસરથી અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કારચાલક દારૂના નશામાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, પોલીસ દ્વારા આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી
નથી.અકસ્માત બાદ કારચાલક પોતાની કાર ઘટનાસ્થળે જ મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને નુકસાનગ્રસ્ત વાહનોનું પંચનામું કરીને તપાસ શરૂ કરી છે.પોલીસે કાર જપ્ત કરી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ફરાર કારચાલકની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. પોલીસે નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ નશાની હાલતમાં વાહન ન ચલાવવાની અપીલ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *