સન્માનથી વધી લોકસેવાની જવાબદારી, વાંકાનેરમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું ભવ્ય બહુમાન
Views: 66
0 0
Read Time:3 Minute, 24 Second

વાંકાનેર, તા. 13 :વાંકાનેરના પેડક વિસ્તારમાં આવેલ શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરના ગ્રાઉન્ડ ખાતે શનિવારે સાંજે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં નગરપાલિકાના ચૂંટાયેલા કાઉન્સિલરોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, ભાજપના જિલ્લા અને તાલુકા કક્ષાના હોદ્દેદારો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું ઘનશ્યામભાઈ જોશીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરાનું અમૃતભાઈ ધરોડિયાના હસ્તે, ઉપપ્રમુખ માધવીબેનનું જયાબેન જોશીના હસ્તે, કાઉન્સિલર ગીતાબેનનું કિરણબાના હસ્તે, પ્રજ્ઞાબાનું ભારતીબેન ગોહિલના હસ્તે, જીગ્નેશભાઈનું યોગીભાઈના હસ્તે, બ્રિજરાજસિંહનું હિતેશભાઈના હસ્તે, જયેન્દ્રસિંહનું મહાદેવભાઈના હસ્તે, ચેતનભાઈ ગોસ્વામીનું મુન્નાભાઈના હસ્તે, અશ્વિનભાઈનું મનસુખભાઈના હસ્તે, જે.બી.નું અશ્વિનભાઈના હસ્તે તેમજ ધર્મેન્દ્રસિંહ જાડેજાનું હરપાલસિંહના હસ્તે ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે ફૂલહારથી થતું સન્માન ગૌરવની સાથે જવાબદારીમાં પણ વધારો કરે છે. ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓએ પોતાના મતવિસ્તારમાં સતત પ્રજાસંપર્ક જાળવી રાખી લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યરત રહેવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે આવનારા સમયમાં વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો વધુ વ્યાપક લાભ પહોંચાડવામાં આવશે. જનવિશ્વાસનું સન્માન એટલે લોકસેવાની

નવી પ્રતિબદ્ધતા લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સન્માન માત્ર અભિનંદન પૂરતું નથી, પરંતુ તે પ્રજાએ વ્યક્ત કરેલા વિશ્વાસની કદર કરવાનો પ્રસંગ છે. પ્રજા પોતાના પ્રતિનિધિઓ પાસેથી વિકાસ, પારદર્શિતા અને સતત સંપર્કની અપેક્ષા રાખે છે. આવા સન્માન સમારોહો ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમની જવાબદારીઓનું સ્મરણ કરાવે છે અને જનસેવા માટે વધુ પ્રેરણા આપે છે.વાંકાનેરમાં યોજાયેલ આ સમારોહે પ્રજા અને પ્રતિનિધિ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં જોવા મળેલો ઉત્સાહ અને એકતા ભાવિ વિકાસયાત્રા માટે સકારાત્મક સંકેતરૂપ માનવામાં આવી રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *