૭ વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ : મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડને મોટી સફળતા
Views: 46
0 0
Read Time:2 Minute, 2 Second

મોરબી જિલ્લા પોલીસને લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મહત્વની સફળતા મળી છે. ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ અને ગુજસીટોક હેઠળના ગંભીર ગુનામાં છેલ્લા સાત વર્ષથી ફરાર રહેલા આરોપી અલ્તાફ અલિશા સરવદીને મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડ્યો છે.
પોલીસ અધિક્ષક મોરબીના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમને વિશ્વસનીય બાતમી મળી હતી કે ફરાર આરોપી ટંકારા વિસ્તારમાં હાજર છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.

પકડાયેલ આરોપી સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધક અધિનિયમ તેમજ લૂંટ સંબંધિત ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આરોપી છેલ્લા સાત વર્ષથી પોલીસથી બચતો ફરતો હતો.આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ તેમજ પેરોલ ફર્લો સ્કવોડના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ટંકારા પોલીસને સોંપવામાં આવ્યો છે. મોરબી જિલ્લા પોલીસ દ્વારા નાસતા ફરતા ગુનેગારો સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશને આ સફળતાથી વધુ વેગ મળ્યો છે, જે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *