ચોમાસા પહેલાં પ્રજાની વચ્ચે ઉતર્યા જનપ્રતિનિધિઓ: સફાઈ ઝુંબેશથી આપ્યો જવાબદાર નાગરિકત્વનો સંદેશ
Views 94

મોરબી શહેરમાં ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે માત્ર વચનો નહીં પરંતુ શ્રમદાન દ્વારા પ્રજાની વચ્ચે રહી કાર્ય કરવાના સંદેશ સાથે વોર્ડ નં. ૭ના ચૂંટાયેલા કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનો મેદાનમાં ઉતર્યા હતા. રાજ્ય સરકારના “સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત” અભિયાન અંતર્ગત માધાપર શાક માર્કેટથી લાતીપ્લોટ પોલીસ ચોકી સુધીના વિસ્તારમાં વિશેષ સફાઈ અને પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન ઝુંબેશ યોજાઈ હતી.આ અભિયાનમાં કોર્પોરેટર ભાવીનભાઈ ઘેલાણી, જયેશભાઈ દેસાઈ, મમતાબેન ઠાકર અને જલ્પાબેન સોનગ્રાએ જાતે સફાઈ કામગીરીમાં ભાગ લઈ સ્વચ્છતા માત્ર સરકારી જવાબદારી નહીં પરંતુ સામૂહિક ફરજ હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમની સાથે કાર્યકર્તાઓ, મહાનગરપાલિકાની ટીમ, સફાઈ કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક સહભાગી બની વિસ્તારને સ્વચ્છ બનાવવા યોગદાન આપ્યું હતું.

ચોમાસા દરમિયાન ગંદકી અને પ્લાસ્ટિકના કચરાના કારણે પાણી ભરાવા, ગટર ચોક થવા અને મચ્છરજન્ય રોગો ફેલાવાની શક્યતા વધી જાય છે. આવા સમયે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખુદ મેદાનમાં ઉતરી લોકોને જાગૃત કરે તે માત્ર એક દિવસની ઝુંબેશ નહીં પરંતુ સતત પ્રજાલક્ષી અભિગમનું પ્રતિબિંબ ગણાય. સાચા અર્થમાં લોકપ્રતિનિધિ એ જ હોય છે જે ચૂંટણી પછી પણ પ્રજાના પ્રશ્નો અને શહેરની સ્વચ્છતા માટે સતત સક્રિય રહે.સ્વચ્છતા અભિયાન દ્વારા એક સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત મોરબીનું નિર્માણ માત્ર તંત્રથી નહીં પરંતુ જનભાગીદારીથી જ શક્ય બનશે. ચોમાસા પૂર્વે હાથ ધરાયેલી આવી કામગીરી શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!