“શિક્ષણ સાથે સેવા અને એકતા” – વર્લ્ડ મેમણ ડે પર માનવતા અને જ્ઞાનનો અનોખો મેળાપ
Views: 263
0 0
Read Time:1 Minute, 40 Second


મોરબી ખાતે ગત તા. ૧૦ એપ્રિલ ૨૦૨૬: ના રોજ વર્લ્ડ મેમણ ડે નિમિતે મોરબીમાં શિક્ષણ, સેવા અને એકતાનો સુંદર સંગમ જોવા મળ્યો હતો. ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ મોરબી અને મોરબી મેમણ જમાતના સંયુક્ત ઉપક્રમે મદ્રેસાના તલબાઓને શિક્ષણ કીટનું વિતરણ કરીને એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી. હઝરત બાવા અહેમદશાહ મસ્જિદ સ્થિત મદ્રેસામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને યુવા કાર્યકરોની ઉપસ્થિતિએ પ્રસંગને વિશેષ ગૌરવ અપાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન તલબાઓને શિક્ષણનું મહત્વ સમજાવી તેમને ભવિષ્ય માટે પ્રેરિત કરવામાં આવ્યા. આ પહેલ માત્ર કીટ વિતરણ પૂરતી સીમિત ન રહી, પરંતુ “માનવતા સાથે એકતા”નો સંદેશ પણ મજબૂત રીતે પ્રસરાવ્યો. સમાજના દરેક વર્ગને જોડીને શિક્ષણ દ્વારા વિકાસનો માર્ગ અપનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું.


વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સાથે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે. આવી પહેલો દ્વારા માનવ સેવા, શિક્ષણ અને એકતા જેવા મૂલ્યોને મજબૂતી મળે છે અને નવી પેઢી માટે ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ પ્રસસ્ત થાય છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *