નારી શક્તિનું સન્માન: ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે આરોગ્ય જાગૃતિ સાથે ઉજવણી
Views: 95
0 0
Read Time:2 Minute, 21 Second

આજના સમયમાં મહિલા માત્ર પરિવારની સંભાળ રાખનાર નથી પરંતુ સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારી શક્તિ છે. મહિલાઓના આરોગ્ય, જાગૃતિ અને સશક્તિકરણને પ્રાધાન્ય આપવા માટે ઇન્ટરનેશનલ વુમન્સ ડેની ઉજવણી ખૂબ મહત્વ ધરાવે છે.આજરોજ હેત હેલ્પિંગ હેન્ડ્સ ચેરીટેબલ ટ્રસ્ટ અને મેમનગર સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે નારી શક્તિનું વિશેષ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેડી હોસ્પિટલ સીટી સેન્ટરના સહયોગથી મહિલાઓના આરોગ્ય વિષયક મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું.કાર્યક્રમ દરમિયાન ડૉ. શ્રુતિબેન દ્વારા સર્વાયકલ કેન્સર, મેનોપોઝ, હાઈ બ્લડ પ્રેશર તેમજ મહિલાઓમાં જોવા મળતા અન્ય વિવિધ આરોગ્ય સંબંધિત મુદ્દાઓ અંગે વિગતવાર માહિતી આપી મહિલાઓને આરોગ્ય પ્રત્યે જાગૃત બનાવવામાં આવી. આ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમમાં અંદાજે ૩૦ થી ૩૫ મહિલાઓ ઉત્સાહપૂર્વક જોડાઈ હતી.આ પ્રસંગે હેત હેલ્પિંગ હેન્ડ્સ ચેરીટેબલ ટ્રસ્ટના ઓનર શ્રી હેતલબેન પરીખનો સન્માન કરવામાં આવ્યો હતો. તેમજ મેમનગર સિનિયર સિટીઝન ગ્રુપ સાથે સંકળાયેલા ભાવનાબેનનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમ દ્વારા મહિલાઓના આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો કે મહિલાઓ જો સ્વસ્થ રહેશે તો પરિવાર અને સમાજ બંને સ્વસ્થ અને સશક્ત બનશે.
ઇન્ટરનેશનલ વુમન્સ ડેની આ ઉજવણી માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ નારી શક્તિ, સ્વાસ્થ્ય અને સશક્તિકરણનો સકારાત્મક સંદેશ આપતી પ્રેરણાદાયી પહેલ સાબિત થઈ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *