વાંકાનેર સિટી પોલીસે દેશી દારૂ ભરેલી પીકઅપ ઝડપી, રૂ.4.06 લાખનો મુદ્દામાલ કબજે
Views: 126
3 0
Read Time:3 Minute, 27 Second

વાંકાનેર, તા.11 સપ્ટેમ્બર 2026: વાંકાનેર-જડેશ્વર રોડ પર પંચાસર ચોકડી પાસેથી દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં વાંકાનેર સિટી પોલીસને સફળતા મળી છે. પોલીસની સતર્કતા અને બાતમી આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં દેશી દારૂ ભરેલી પીકઅપ બોલેરો સહિત કુલ રૂ.4.06 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન-જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. તેમના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક એસ.એમ. સારડા તથા વાંકાનેર સિટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એસ. ગામીટની સૂચના મુજબ સર્વેલન્સ ટીમ કામગીરીમાં હતી. દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે વાંકાનેર જડેશ્વર રોડ પંચાસર ચોકડી ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. બાતમીમાં જણાવાયેલી GJ-03-BV-0042 નંબરની પીકઅપ બોલેરો આવતા તેને રોકી તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન પીકઅપમાંથી દેશી દારૂના 400 લીટર, કિંમત આશરે રૂ.80,000, મળી આવ્યો હતો. પોલીસે દારૂ ઉપરાંત રૂ.3 લાખની પીકઅપ બોલેરો તથા રૂ.26,000ની કિંમતના મોબાઇલ ફોન સહિત કુલ રૂ.4,06,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બે આરોપીઓ સામે કાર્યવાહી આ કાર્યવાહીમાં નિતીનભાઈ ધીરુભાઈ અગેચાણીયા, રહે. કોળી રોડ, લીલાપર, પ્રકાશનગર સોસાયટી, મોરબી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી પાડવામાં આવ્યા છે. બંને સામે પ્રોહિબિશન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ ની કામગીરી બન્યો મહત્વનો પાસો દેશી દારૂનો જથ્થો વાહન મારફતે હેરફેર થતો હોવાની બાતમી મળ્યા બાદ પોલીસે માર્ગ પર ચોક્કસ વોચ ગોઠવી સમયસર કાર્યવાહી કરી હતી. ખાસ કરીને 400 લીટર જેટલો દારૂનો જથ્થો ગંતવ્ય સુધી પહોંચે તે પહેલાં જ ઝડપી લેવાતા ગેરકાયદે દારૂની હેરફેર સામે પોલીસની સક્રિયતા સ્પષ્ટ થઈ છે.સારી કામગીરી બદલ: પોલીસ ઇન્સ્પેક્ટર જે.એસ. ગામીટ, એએસઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ્ટેબલ યશપાલસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, પો.કોન્સ. દર્શિતભાઈ વ્યાસ, રાણોગભાઈ ખવડ, હિતેન્દ્રસિંહ ઝાલા તથા જગદીશભાઈ રંગપરા સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *