મોરબીમાં જશ્ને ઈદે મિલાદુન્નબીની આન-બાન-શાન સાથે ઉજવણી
Views: 42
1 0
Read Time:3 Minute, 49 Second

“‘નાત-શરીફ, કવ્વાલી અને જુલૂસ-એ-મુબારકથી ગુંજ્યું મોરબી, સેવાકીય પ્રવૃત્તિઓથી ઉજવણીને મળ્યો માનવતાનો સંદેશ”‘

મોરબી: ઈસ્લામી કેલેન્ડરના પવિત્ર રબી-ઉલ-અવ્વલ માસમાં આવતો બારમી શરીફનો મુબારક દિવસ મુસ્લિમ સમાજ દ્વારા જશ્ને ઈદે મિલાદુન્નબી તરીકે શ્રદ્ધા, પ્રેમ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. હઝરત મહંમદ મુસ્તફા ﷺના પવિત્ર જન્મદિવસની ખુશીમાં મોરબી શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં ધાર્મિક તેમજ સેવાકીય કાર્યક્રમોની હારમાળા જોવા મળી હતી. ક્રાંતિનગર,
સૌઓરડી, વીસીપરા સહિતના વિસ્તારોમાંથી શણગારેલા રેકડા અને વાહનો સાથે આશિકે રસૂલ મોટી સંખ્યામાં જુલૂસ-એ-મુબારકમાં જોડાયા હતા. ઠેર-ઠેર નાત-શરીફ, કવ્વાલી, ઝિક્ર અને ધાર્મિક કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ ઈમાન અને ભક્તિભાવથી ગુંજી ઊઠ્યું હતું. “મોહમ્મદ ન હોતે તો કુછ ભી ના હોતા” જેવી કવ્વાલીઓ દ્વારા આકાએ રસૂલ ﷺ પ્રત્યેની અકીદત વ્યક્ત કરવામાં આવી હતી. ઈદે મિલાદની ઉજવણી માત્ર ઉત્સવ પૂરતી સીમિત ન રહે, પરંતુ સમાજમાં પ્રેમ, ભાઈચારો અને માનવસેવાનો સંદેશ પહોંચે તે માટે વિવિધ સ્થળોએ ઠંડા પીણાં, ચોકલેટ, કેક, ફળ-ફ્રૂટના વિતરણ સાથે રક્તદાન જેવા સેવાકીય કાર્યક્રમો પણ યોજાયા હતા. આમ ખુશીના પ્રસંગને સમાજ સેવા સાથે જોડવાનો સુંદર પ્રયાસ જોવા મળ્યો હતો.
રબી-ઉલ-અવ્વલનો મહિનો મુસ્લિમ સમાજ માટે વિશેષ આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે. બારમી શરીફના આગમન પૂર્વે પ્રથમ ચાંદથી જ વિવિધ વિસ્તારોમાં નાત-શરીફ, વાઝ-તકરીર, મિલાદની મહેફિલો, કુરાન શરીફનું પઠન, નમાઝ અને દરૂદ-ઓ-સલામના જિક્ર જેવા કાર્યક્રમો યોજાયા હતા. બાળકો અને યુવાનોમાં પણ સીરત-એ-મુસ્તફા ﷺ વિશે જ્ઞાન અને સારા સંસ્કારોનું સિંચન થાય તેવા કાર્યક્રમોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.

ઈસ્લામી શિક્ષણ મુજબ પયગંબર હઝરત મહંમદ ﷺનું જીવન માનવતા, સત્ય, ન્યાય, દયા, ક્ષમા, પાડોશી પ્રત્યે પ્રેમ અને જરૂરિયાતમંદોની મદદનો સંદેશ આપે છે. તેથી ઈદે મિલાદની સાચી ઉજવણીનો સાર માત્ર સજાવટ કે જુલૂસમાં નહીં, પરંતુ નબી કરીમ ﷺની સીરતને પોતાના જીવનમાં ઉતારવામાં છે—એવો સકારાત્મક સંદેશ પણ આ ઉજવણીમાંથી પ્રગટ થયો હતો. મોરબીમાં આ વર્ષે જશ્ને ઈદે મિલાદુન્નબીની ઉજવણીમાં ધાર્મિક શ્રદ્ધા સાથે સામાજિક એકતા અને માનવસેવાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. આશિકે રસૂલના દિલોમાં રહેલી મહંમદ ﷺ પ્રત્યેની મહોબ્બત નાત-શરીફના સૂરોથી લઈને સેવાકીય પ્રવૃત્તિઓ સુધી વિવિધ સ્વરૂપે વ્યક્ત થઈ હતી. સમગ્ર ઉજવણી દરમિયાન શાંતિ, ભાઈચારો અને સદભાવ જળવાઈ રહે તેવો સંદેશ પણ સમાજ દ્વારા આપવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *