રાપર: લોદ્રાણી સુન્ની મુસ્લિમ જમાતના નવા હોદ્દેદારોની વરણીજમાતના વિકાસ અને એકતા માટે પ્રાધાન્ય આપતી નવી ટીમની રચના
Views: 38
0 0
Read Time:1 Minute, 51 Second

રિપોર્ટ રફીક અજમેરી મોરબી:કચ્છ નાં રાપર તાલુકાના લોદ્રાણી ગામ ખાતે તારીખ 19ના રોજ લોદ્રાણી સુન્ની મુસ્લિમ જમાતની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં જમાતના સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ સામાજિક વિકાસ અને એકતાને પ્રાધાન્ય આપતાં નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નવી રચાયેલી ટીમમાં પ્રમુખ તરીકે અનવરભાઈ રમઝાનભાઈ કુંભાર, મુત્વલી તરીકે રસુલભાઈ હયાતભાઈ સીદી તથા નાણામંત્રી (ખજાનચી) તરીકે મહેબૂબભાઈ હબીબભાઈ ખલીફાની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે સભ્ય તરીકે ઈકબાલભાઈ જુમાભાઈ ખલીફા, ઈબ્રાહીમભાઈ અલ્લારખા કુંભાર, ગફુરભાઈ ઈશાકભાઈ કુંભાર અને મુસ્તાકભાઈ મામદભાઈ બાયળની વરણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જમાતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નવા હોદ્દેદારોનું અભિવાદન કરી જમાતના સર્વાંગી વિકાસ, શિક્ષણ, સામાજિક એકતા અને પરસ્પર સહકાર માટે નવી ટીમ સફળતાપૂર્વક કામગીરી કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. લોદ્રાણી સુન્ની મુસ્લિમ જમાત ની નવી ટીમ દ્વારા જમાતના પ્રશ્નોને સંગઠિત રીતે ઉકેલવા અને આગામી સમયમાં જમાતલક્ષી પ્રવૃત્તિઓ ધાર્મિક કાર્ય સહિતના કામો ને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *