અમદાવાદના આજના મુખ્ય સમાચા ગુજરાત હાઈકોર્ટમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી
Views: 128
0 0
Read Time:2 Minute, 7 Second

ગુજરાત હાઈકોર્ટ ખાતે મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં હાઈકોર્ટના તમામ ન્યાયાધીશો, પૂર્વ ન્યાયાધીશો, એડવોકેટ જનરલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે અમિત ચાવડાએ કર્યું ધ્વજવંદન અમદાવાદના પાલડી ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી. આ પ્રસંગે તેમણે દેશની આઝાદીના ઈતિહાસ અને રાજકીય મુદ્દાઓને લઈને ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા તેમજ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેના ઉત્તરાખંડ કાર્યક્રમ બાદના ‘સ્ટેજ શુદ્ધિકરણ’ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો. અમદાવાદમાં અચાનક હવામાન પલટાયું, પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ લાંબા સમયથી અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રસ્ત અમદાવાદ શહેરમાં બપોર બાદ હવામાનમાં અચાનક પલટો આવ્યો. ઘાટલોડિયા, ચાણક્યપુરી સહિતના પશ્ચિમ વિસ્તારના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વાસણામાં સગીરા દુષ્કર્મ કેસમાં પ્રેમીની ધરપકડ અમદાવાદના વાસણા વિસ્તારમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મના કેસમાં પોલીસે તેના પ્રેમીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ ઘટનાનો વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી હતી અને સગીરા પર પોતાના મિત્ર સાથે સંબંધ બનાવવા માટે દબાણ કર્યું હતું. મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *