કે.ટી. પ્લાઝા ખાતે 29મી સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાઈ
Views: 60
0 0
Read Time:3 Minute, 18 Second

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન સાથે સેવાભાવનો સંદેશો; વેપારીઓ, સામાજિક કાર્યકરો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ

અહેમદાબાદ મિત્ર ન્યુઝ 15 ઓગસ્ટ 2026 — સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને સેવાભાવ સાથે જોડતા ગાંધી રોડ ફુવારા તરફ આવેલા કે.ટી. પ્લાઝા માર્કેટ ખાતે કે.ટી. પ્લાઝા ઓનર્સ એસોસિએશન દ્વારા અધ્યક્ષ સુરજિતભાઈ બંગાલીના માર્ગદર્શન અને અધ્યક્ષસ્થાને 29 મી સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિર સાથે ધ્વજવંદન કાર્યક્રમ પણ યોજાયો હતો. વહેલી સવારથી જ રક્તદાન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શિબિરમાં વેપારીઓ ઉપરાંત સામાજિક કાર્યકરો, વિવિધ ક્ષેત્રના આગેવાનો તથા રાજકીય નેતાઓએ ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. રક્તદાન માટે લોકોની લાંબી કતારો જોવા મળતાં કાર્યક્રમને લઈને લોકોમાં રહેલો સેવાભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.
કે.ટી. પ્લાઝા ખાતે છેલ્લા અનેક વર્ષોથી સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. સતત 29મી વખત યોજાયેલી આ શિબિર માત્ર એક દિવસીય કાર્યક્રમ ન બની રહેતા સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવતી સેવાકીય પરંપરા બની છે.

સ્વાતંત્ર્ય દિવસ જેવા રાષ્ટ્રીય પર્વે રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓના જીવન બચાવવામાં સહભાગી બનવાનો સંદેશો આપવો કાર્યક્રમની વિશેષતા રહી હતી.કાર્યક્રમ દરમિયાન વરિષ્ઠ પત્રકાર અજય મોદીનું શાલ ઓઢાડી તથા પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો એ રક્તદાનને મહાદાન ગણાવી વધુમાં વધુ લોકોને નિયમિત સ્વૈચ્છિક રક્તદાન માટે આગળ આવવા અપીલ કરી હતી.સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સામાન્ય રીતે ધ્વજવંદન અને દેશભક્તિના કાર્યક્રમો પૂરતી સીમિત રહે છે, પરંતુ કે.ટી. પ્લાઝા ખાતે રાષ્ટ્રીય પર્વને માનવસેવા સાથે જોડવાનો પ્રયાસ નોંધપાત્ર રહ્યો છે. 26 વર્ષથી સતત રક્તદાન શિબિર યોજાવું એ વેપારી સમાજની સામાજિક જવાબદારી અને સેવાભાવની પરંપરાને દર્શાવે છે. રક્તની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે સ્વૈચ્છિક રક્તદાતાઓ મહત્વની કડી બની રહે છે ત્યારે આવા આયોજન સમાજમાં ‘દેશપ્રેમ સાથે માનવસેવા’નો સકારાત્મક સંદેશ પહોંચાડે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *