તિરંગાની શાન સાથે પલાસડીમાં મહિલા નેતૃત્વનો સંદેશ સરપંચ નજમાબેન લધડ એ ધ્વજવંદન કરી ગ્રામજનોમાં રાષ્ટ્રભાવના જગાવી
Views: 128
0 0
Read Time:3 Minute, 41 Second

“‘વાંકાનેર તાલુકાના પલાસડી ગામે 15 ઓગસ્ટની ઉજવણી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ”‘

વાંકાનેર તાલુકાના પલાસડી ગામે 15 ઓગસ્ટના પાવન અવસરે શ્રી પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રભક્તિ ના માહોલ વચ્ચે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. મહિલા સરપંચ નજમાબેન આસિફભાઈ લોધડના હસ્તે રાષ્ટ્રીય તિરંગો ફરકાવી સલામી આપવામાં આવી હતી. સમગ્ર શાળા પરિસર તેમજ ગામમાં દેશભક્તિના નારા અને રાષ્ટ્રભાવનાનો માહોલ જોવા મળ્યો હતો.કાર્યક્રમમાં પલાસડી ગામના આગેવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુલાબભાઈ સિપાઈ, ઉસ્માનભાઈ ખોરજીયા, નજુદીનભાઈ શેરસીયા, રણછોડભાઈ પારજીયા, ચંદુભાઈ મદ્રેસાણીયા અને દેવશીભાઈ પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.શાળા તરફથી શિક્ષક બીપીનભાઈ ચાવડા, અયનુભાઈ ખોરજીયા, હેતલબેન પરમાર, ઉમેશભાઈ તન્ના, જયાબેન સોલંકી અને નિમુબેન પરમાર સહિત શિક્ષકોએ કાર્યક્રમમાં સહભાગી બની રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો હતો.
મહિલા નેતૃત્વ બન્યું પ્રેરણારૂપ પલાસડી ગ્રામ પંચાયતની મહિલા સરપંચ નજમાબેન લોધડની આગેવાની હેઠળ યોજાયેલી આ ઉજવણી માત્ર ધ્વજવંદન પૂરતી સીમિત ન રહી, પરંતુ મહિલા નેતૃત્વ, ગ્રામ વિકાસ અને રાષ્ટ્રભાવનાના સુંદર સમન્વયનું ઉદાહરણ બની હતી. ગ્રામ્ય વિસ્તારમાં મહિલા સરપંચ દ્વારા રાષ્ટ્રીય પર્વની આગેવાની કરવી અન્ય મહિલાઓ માટે પણ સક્રિય જાહેર જીવનમાં આગળ આવવા માટે પ્રેરણારૂપ બની શકે છે.

કાર્યક્રમને સફળ બનાવવા ગ્રામ પંચાયતના સભ્યો રૂબીના બાનુ મુનીરભાઈ સિપાઈ, રૂપિયાબેન તોફિકભાઈ વકાલીયા, દિલાવરશા મોહમ્મદશા શાહમદાર વઘાલીયા, સાહિલ અકબરભાઈ પરાઝીયા, સરસ્વતીબેન મનુભાઈ પરમાર, નવીનભાઈ હમીભાઈ મદ્રેસાણીયા, હરેશકુમાર મુકેશભાઈ પીપળીયા, રેખાબેન મુકેશભાઈ સહિતના સભ્યો તેમજ ગ્રામજનોએ સહયોગ આપ્યો હતો.તિરંગાના રંગે રંગાયું પલાસડી વિદ્યાર્થીઓ અને વાલીઓની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં સમગ્ર પલાસડી ગામ જાણે તિરંગાના રંગે રંગાઈ ગયું હતું. 15 ઓગસ્ટ જેવા રાષ્ટ્રીય પર્વને ગામના તમામ વર્ગોએ એકતા અને ભાઈચારાની ભાવના સાથે ઉજવ્યો તે પલાસડીની સામાજિક એકતાનો પણ સુંદર સંદેશ આપે છે.

નજમાબેન લધડ ના મહિલા નેતૃત્વ હેઠળ યોજાયેલી આ ઉજવણીમાં તિરંગા સાથે જોડાયેલી દેશભક્તિની લાગણી અને ગ્રામ એકતાનો સંદેશ આગામી પેઢીના વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો છે—જે 15 ઓગસ્ટની ઉજવણીની સાચી સફળતા કહી શકાય.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *